મોરબીમાં પતિની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર મહિલાને ધાક ધમકી આપીને રૂપિયાની પઠાણી ઉઘરાણી
SHARE
મોરબીમાં પતિની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર મહિલાને ધાક ધમકી આપીને રૂપિયાની પઠાણી ઉઘરાણી
મોરબીના ધરમપુર ગામે રહેતી મહિલાના પતિની સારવાર માટે માસિક 10 ટકાના વ્યાજ લેખે 3 લાખ રૂપિયા લીધા હતા જેની સામે 3.25 લાખ આપી દેવામાં આવેલ છે તો પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ઘરે આવીને ધાકધમકી આપવામાં આવે છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના ફગસીયા ગામની સીમમાં આવેલ બોડા હનુમાન મંદિર ખાતે રહેતા અને હાલમાં મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા ભાનુબેન જયંતીભાઈ માકાસણા (58)એ સુરેશભાઈ ઉર્ફે રમેશભાઈ વાણંદ રહે. ધરમપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના પતિની સારવાર માટે આરોપી પાસેથી માસિક 10 ટકા લેખે ત્રણ લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે અત્યાર સુધીમાં તેને 3.25 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવેલ છે તેમ છતાં પણ આરોપી ફરિયાદીના ઘરે આવીને રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરે છે અને ધાકધમકી આપીને ગાળો આપે છે જેથી આ બાબતે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે