મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના લજાઈ પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE













મોરબી જિલ્લાના લજાઈ પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત મોરબીના શિક્ષણ સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપ સંગઠન ટીમ, વીરપર ગ્રામ પંચાયતના સરપંચ, લજાઈ ગ્રામ પંચાયત વહીવટદાર દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ છે આ કેમ્પમાં 54 લોકોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ.ટેક. સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડો.અક્ષય, મેડીકલ ઓફિસર લજાઈ ડો.સૃષ્ટિ ભોરણીયા, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ મેવા તેમજ પ્રા.આ.કેન્દ્ર લજાઈના આરોગ્ય સ્ટાફ દ્વારા  જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે.






Latest News