મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં મંગલમૂર્તિ શાળા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં મંગલમૂર્તિ શાળા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં “માઁ મંગલ મૂર્તિ” વિશિષ્ટ બાળકોની શાળા દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2001/02 માં શરૂ થયેલ શાળામાં શરૂઆતમા બે બાળકો હતા.હાલમાં બોયઝ હાઈસ્કૂલમાં ચાલતી પિસ્તાલીસ જેટલા દિવ્યાંગ બાળકોનું લાલન, પાલન, પોષણ અને ભણતર, ઘડતર અને ચણતર કરવામાં આવે છે. દિવ્યાંગ દિવસ નિમિત્તે તમામ બાળકો વાલી સાથે એકત્ર થયા અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી, માનવ મંદિર ટ્રષ્ટના ટ્રષ્ટિ પ્રદીપભાઈ વોરા, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, ભરતભાઈ સોલંકી વગેરેએ દિવ્યાંગ બાળકો અને વાલીઓ માટે પ્રેરક ઉદબોધન કર્યા હતા. દિવ્યાંગ બાળકો સાથે કામ કરવા માટે ખુબજ ધીરજ ધરવી પડે, મગજ પર બરફ રાખીને શાંતિપૂર્વક રીતે કામ કરવું પડે, આ તકે ઉપસ્થિત વાલીઓએ દિવ્યાંગ બાળકો માટે મોરબીમાં નિવાસી સંસ્થા શરૂ થાય એ માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. મંગલ મૂર્તિ શાળા દ્વારા દિવ્યાંગ બાળકો માટે કામ કરતા,સંસ્થાને હમેંશા મદદરૂપ બનતા દિનેશભાઈ વડસોલા, વૈશાલીબેન જોષી, પ્રદીપભાઈ વોરા, ભરતભાઈ કૈલા, ભરતભાઈ સોલંકી વગેરેને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા હતા,અંતમાં બાળકો અને વાલીઓ રેલીમાં જોડાયા હતા.કાર્યક્રમ સફળ બનાવવા દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની, પદ્માબેન,અંજનાબેન વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News