મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે વ્યક્તિના મોત નિપજાવનાર ડમ્પર ચાલક ઝડપાયો


SHARE













મોરબીના ઘૂટું પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે વ્યક્તિના મોત નિપજાવનાર ડમ્પર ચાલક ઝડપાયો

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાંથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પરના ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતમાં બનાવ બન્યો હતો અને ત્યારે સ્થળ ઉપર બાઇક ચલાવી રહેલા આધેડનુ મોત નીપજયું હતું જો કે, ઇજા પામેલા અન્ય વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં સ્થળ ઉપર ડમ્પર છોડીને નાસી ગયેલા ડમ્પર ચાલકને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકાના ઘૂટું ગામે આવેલ પંચમુખી હનુમાન સોસાયટી ડારમાં દાદાના મંદિર પાસે રહેતા મુકેશભાઈ અમૃતભાઈ વાઘેલા (30) એ ડમ્પર નંબર જીજે 36 એક્સ 5539 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના ઘૂટું ગામ નજીક આવેલ ક્રિયાન પેટ્રોલ પંપની બાજુમાં શ્રી રામદેવ બ્રિજની સામેથી તેઓના પિતા અમૃતભાઈ નાથાભાઈ વાઘેલા (63) પોતાનું બાઈક નંબર જીજે 36 એચ 7830 લઈને જતાં હતા ત્યારે તેની સાથે બાઈકમાં પાછળના ભાગે દિનેશભાઈ કરસનભાઈ જાદવ જાતે બારોટ (૪૪) રહે, ઘૂટું વાળા બેઠેલ હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બંને વ્યક્તિના મોત નીપજયાં હતા જેથી અકસ્માતના આ બનાવમાં મૃતક અમૃતભાઈ વાઘેલાના દીકરા મુકેશભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી. જેથી કરીને અકસ્માત સર્જીને સ્થળ ઉપર ડમ્પર છોડીને નાસી ગયેલ ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી. મિશ્રા અને રાઇટર જિતેનભાઇ ગઢવી દ્વારા આરોપી ગોપાલભાઈ રામભાઇ મુંધવા (33) રહે. રામકો વિલેજ ઘૂટું મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News