મોરબીના ઘૂટું પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે વ્યક્તિના મોત નિપજાવનાર ડમ્પર ચાલક ઝડપાયો
મોરબીના જલારામ મંદિરે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૮૭ દર્દીઓએ લાભ લીધો
SHARE









મોરબીના જલારામ મંદિરે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૮૭ દર્દીઓએ લાભ લીધો
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. તેવી જ રીતે ગઈકાલે યોજયેલ કેમ્પનો ૨૮૭ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૬૩ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ વખતનો કેમ્પ સ્વ.ચુનીલાલ કાલીદાસ કાથરાણી (જુના નાગડાવાસ વાળા) પરિવારના સહયોગથી યોજાયો હતો. અને અત્યાર સુધીમાં યોજાયેલા કેમ્પનો કુલ મળીને ૧૧૧૯૩ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૫૦૨૩ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
