મોરીબમાં ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક વ્યાજખોર પકડાયો: કુલ ચાર ઝડપાયા
મોરબીમાં પતિની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર મહિલાને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ
SHARE









મોરબીમાં પતિની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર મહિલાને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ
મોરબીના ધરમપુર ગામે રહેતી મહિલાના પતિની સારવાર માટે માસિક 10 ટકાના વ્યાજ લેખે 3 લાખ રૂપિયા લીધા હતા જેની સામે 3.25 લાખ આપી દેવામાં આવેલ છે તો પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ઘરે આવીને ધમકી આપવામાં આવી રહી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ માળિયા તાલુકાના ફગસીયા ગામની સીમમાં આવેલ બોડા હનુમાન મંદિર ખાતે રહેતા અને હાલમાં મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા ભાનુબેન જયંતીભાઈ માકાસણા (58)એ સુરેશભાઈ ઉર્ફે રમેશભાઈ વાણંદ રહે. ધરમપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના પતિની સારવાર માટે આરોપી પાસેથી માસિક 10 ટકા લેખે ત્રણ લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે અત્યાર સુધીમાં તેને 3.25 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવેલ છે તેમ છતાં પણ આરોપી ફરિયાદીના ઘરે આવીને રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરે છે અને ધાકધમકી આપીને ગાળો આપે છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને હરસુખભાઈ સલિયા દ્વારા આરોપી સુરેશભાઈ ઉર્ફે રમેશભાઈ ગોરધનભાઈ પાટડિયા જાતે વાણંદ (45) રહે. ધરમપુર વાળાની ધરપકડ કરેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના નવાગામ ખાતે રહેતો મહેશ મણીભાઈ રાજગોર નામનો ૩૫ વર્ષનો યુવાન કારખાનામાં જોધપર નજીક સ્લેબ તોડતો હતો ત્યારે ઊંચાઈએથી પડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે વાંકાનેરના પલાસણા ગામે રહેતા હીનાબેન રમેશભાઈ નામની ૨૪ વર્ષીય યુવતી છકડામાંથી પડી જતા ઈજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તે અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે લીલાપર ગામે રામજી મંદિર પાસે રહેતા અશ્વિન મનુભાઈ વાઘાણી નામના ૩૨ વર્ષના યુવાનને મકનસરના ગોકુલનગર નજીક મારામારીના બનાવમાં ઇજા થતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
પડધરી નજીકના ખાખરા બેલા ગામે રહેતા યશરાજસિંહ મનોજસિંહ જાડેજા નામનો ૧૯ વર્ષનો યુવાન વાડીએ બાઈકમાં જતો હતો ત્યારે વાહન અકસ્માતમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા વીરપર ગામ પાસે એસટી બસ અને ટ્રકનો અકસ્માત થયો હતો.જેમાં જીતેન્દ્ર શામજીભાઈ સાનખટ (ઉમર ૪૪) રહે.ઉના જી.ગીર સોમનાથ ને ઇજા થતા તેને પણ અહીંની સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો.
