મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ડામરના કામમાં લોટ પાણી ને લાકડા !: નિયમ મુજબ કામ કરવા કરણી સેનાની માંગ


SHARE













મોરબીના લીલાપર રોડે ડામરના કામમાં લોટ પાણી ને લાકડા !: નિયમ મુજબ કામ કરવા કરણી સેનાની માંગ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે અને નબળું કામ થતું હોય તો જાણ કરવા માટે ધારાસભ્ય દ્વારા અવાર નવાર લોકોને અપીલ કરવામાં આવે છે તેવામાં મોરબીના લીલાપર રોડ ઉપર રોડનું કામ ચાલી રહ્યું છે તે કામ નબળું થઈ રહ્યું હોવાના સ્થાનિકો લોકોએ આક્ષેપો કર્યા છે. અને નિયમ મુજબ કામ નહીં કરવામાં આવે તો કામ કરતી એજન્સી સામે ફરિયાદ કરવાની કરણી સેનાના આગેવાને ચીમકી ઉચ્ચારી છે.

મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિહ બી. જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મુકેલ છે જેમાં મોરબીના લીલાપર રોડે વિદ્યુત સ્મશાનથી લીલાપર ચોકડી સુધી રોડના પેચ વર્કનું કામ કરવામાં આવી રહ્યું છે તે કામ નબળું થઈ રહ્યું છે. તેવો આક્ષેપ કરવામાં આવેલ છે. અને નિયમ મુજબનું સંતોષકારક કામ કરી આપવા કહ્યું હતું જો કે, છેલ્લા 15 દિવસમાં કોઈ જાતનું કામ કરવામાં આવેલ નથી અને ખાડા તેમજ માટીના ઢગલા મૂકીને જતા રહ્યા છે. જેથી લોકોમાં ભારે રોશની લાગણી ફેલાયેલ છે. અને મોરબીના અધિકારીઓએ સારા કામ કરવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ એજન્સી વાળા જાણે કે લોકોની સુખાકારી નહીં પણ પોતાની તિજોરી ભરવા બેઠા હોય તેવા કામ કરી રહ્યા છે જેથી એજન્સી વાળ જો ઝડપથી સારું કામ નહીં કરે તો આ એજન્સીજ્યાં જ્યાં કામ કર્યા છે તેની માહિતી લઈને તેની સામે ઉચ્ચકક્ષે ફરિયાદ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News