વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા કરનારા પૂર્વ સેલ્સમેનના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE

















મોરબીમાં યુવાનની હત્યા કરનારા પૂર્વ સેલ્સમેનના બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં યુવાનની વાવડી ચોકડી પાસે હત્યા કરવામાં આવી હતી જો કેયુવાનની કોણે હત્યા કરી અને શા માટે હત્યા કરી તે સવાલ હતો જો કેપોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને હાલમાં હત્યાના આ ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે અને જે રાધે સેલ્સ એજન્સીમા ડ્રાયવર તેમજ સેલ્સમેન તરીકે મૃતક યુવાન નોકરી કર્યો હતો તેની જગ્યાએ પહેલા જે શખ્સ નોકરી કરતો હતો તેને મૃતક યુવાનની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં માથામાં પથ્થરના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મોરબીની વાવડી ચોકડીથી પંચાસર જવાના રસ્તે એક છોટા હાથી ગાડીના કાચ તુટેલ હતો અને યુવાનની હત્યા થયેલ હાલતમાં લાશ મળી આવી હતી અને રાજેશભાઇ કાંતિલાલ જોષી રહે. પોરબંદર વાળાની હત્યા કરવામાં આવી હતી જો કેહત્યા કોને કરી અને શા માટે કરી તે પ્રશ્ન હતો જેથી કરીને પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ હતી અને આ યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેથી તેના બોડીને રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પીએમ માટે લઈ ગયા હતા. જેમાં યુવાનની હત્યા માથામાં ઇજા અને ગળાટૂંપો આપવાથી થયેલ હોવાનું સામે આવ્યું છે. અને મૃતકને માથામાં પથ્થર મારીને હત્યા કરી હોવાની આરોપી યશપાલસિહ ભગીરથસિંહ જાડેજા (32) રહે. નવલખીરોડ શ્રધ્ધાપાર્ક મોરબી મુળ રહે.ખાખરડા કલ્યાણપુર જીલ્લો દેવભુમીદ્રારકા વાળાએ કબુલાત આપી હતી જેથી તેની ધરપકડ કરલે છે તેવી માહિતી પત્રકાર પરિષદમાં મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાએ આપેલ છે.

મોરબીમાં થયેલ હત્યાના આ બાનવનો ભેદ ઉકેલવા માટે પોલીસ કામે લાગી હતી અને બનાવ સ્થળની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા હતા અને મૃતક યુવાન મોરબી માળીયા હાઇવે રોડે આવેલ રાધીકા સેલ્સ એજન્સી બાલાજી વેફરના હોલસેલના ફેરા કરતો હતો જેથી ત્યાના પણ સી.સી.ટી.વી. ચેક કર્યા હતા. ત્યારે અગાઉ આ એજન્સીમા નોકરી કરતો યશપાલસિહ ભગીરથસિંહ જાડેજા દેખાયો હતો અને બનાવ સમયે તેની હાજરી બનાવ સ્થળ પાસે જોવામા આવી હતી. જેથી કરીને નવલખી ફાટક ઓવરબ્રિજ નીચેથી તેને પકડીને પુછપરછ કરવામાં આવી હતી.

ત્યારે તેને કહ્યું હતું કે, તે અગાઉ રાધે સેલ્સ એજન્સીમા ડ્રાયવર તેમજ સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો જો કેમેડીકલ કંડીશનના હિસાબે પોતે નોકરી છોડી દીધેલ હતી અને તેની જગ્યાએ જેની હત્યા કરવામાં આવી તે યુવાનને નોકરી ઉપર રાખવામા આવેલ હતો જેથી તે યશપાલસિંહના રૂટ ઉપર ગાડી ચલાવતા હોય તે તેને ગમતુ ન હતું તેવામાં વાવડી ચોકડી પાસે તેની સાથે ઝઘડો થતા આરોપીએ મૃતક યુવાનને પથ્થરવડે માથામાં માર મારીને તેની હત્યા કરી નાખી હતી મોરબીમાં હત્યાના આ બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ કામ કરી રહી હતી અને એ ડિવિઝના પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે કામ કરીને આરોપીની ધરપકડ કરેલ હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. 




Latest News