મોરબીના લીલાપર રોડે ડામરના કામમાં લોટ પાણી ને લાકડા !: નિયમ મુજબ કામ કરવા કરણી સેનાની માંગ
મોરબીમાં સગીરાનું અપહરણ કરવામાં ભાઈને મદદ કરનાર ભાઈને પણ કરાયો જેલ હવાલે
SHARE









મોરબીમાં સગીરાનું અપહરણ કરવામાં ભાઈને મદદ કરનાર ભાઈને પણ કરાયો જેલ હવાલે
મોરબીના ટીંબડી પંથકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.તે બનાવમાં એક શખ્સની અગાઉ ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. અને તેને મદદગારી કરવા માટે તે આરોપીના ભાઈની પણ હાલમાં ધરપકડ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસમાંથી જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીકથી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.જે અંગે નોંધાયેલી ફરિયાદમાં થોડા સમય પહેલા તાલુકા પોલીસ મથકના પીઆઇ દ્વારા મુખ્ય આરોપી એવા અમીન રહેમાન મેર મિંયાણા (૨૦) રહે.મિલની ચાલી પાસે મેલડી માતા મંદિર નજીક વીસીપરા મોરબી ને ગત તા.૨૯-૧૧ ના રોજ પકડવામાં આવ્યો હતો અને તેને જેલ હવાલે કરાયો હતો.આ અપહરણના કામમાં તેના ભાઈ મહેબૂબ રહેમાન મેર મિંયાણા (૨૫) રહે.વેલનાથ પરા શેરી નંબર-૨૨ રાજકોટ એ પણ મદદગારી કરી હોય હાલ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.આર.મકવાણા દ્વારા તેની પણ ધરપકડ કરવામાં આવેલ છે.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના વિસીપરામાં રહેતા નિઝામ હૈદરભાઇ જેડા નામના ૩૦ વર્ષના યુવાનને મારામારીમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી હાઇવે રોકડિયા હનુમાન પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇક આડે અચાનક ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા જગદીશ ધનજીભાઇ કાંટોડીયા (૫૭) રહે.ધરમપુરને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.તેમજ ધાંગધ્રાના અમનગઢ ગામે રહેતા ચંદુભાઈ ગોરધનભાઈ પટેલ (ઉમર ૫૩) નામના આધેડ બાઇક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક પણ સ્લીપ થતા તેમને પણ સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સિટીમાં રહેતા પરિવારનો રાજદીપ સાગરભાઇ રાઠોડ નામનો પાંચ વર્ષનો બાળક બાઇકમાંથી નિચે પડી જતા ફેકચર જેવી ઇજા સાથે તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સૂત્રો જણાવેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના માળિયા મીંયાણા નજીક આવેલ હરીપર ગામ પાસેના બ્રિજ પાસે ચાલુ બાઇકે આંચકી ઉપડતા બાઈકના પાછળના ભાગે બેઠેલ અક્ષય જયેશભાઈ દોશી (૨૯) રહે. રાજકોટ નામનો યુવાન પડી ગયો હતો.જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે થાનના તરણેતર ગામે રહેતા કંચનબેન રમેશભાઈ ખીમાણી નામના ૪૧ વર્ષીય મહિલા મોટરસાયકલમાં બેસીને જતા હતા ત્યારે તરણેતર ગામે ત્રીનેત્રેશ્વર મહાદેવ મંદિર પાસે બાઈકમાંથી નીચે પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
