મોરીબમાં યુવાન અને તેના ભાઈ તેમજ પિતાને ધમકી આપવાના ગુનામાં વધુ બે વ્યાજખોર પકડાયો: કુલ 6 ઝડપાયા
મોરબીમાં ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયેલ યુવાન પાસે લાકડા જેવુ વ્યાજ લેનારા વધુ ત્રણ આરોપી ઝડપાયા
SHARE
મોરબીમાં ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયેલ યુવાન પાસે લાકડા જેવુ વ્યાજ લેનારા વધુ ત્રણ આરોપી ઝડપાયા
મોરબીમાં ઓનલાઇન જુગારની આઈ.ડી. બનાવી આપવામાં આવી હતું ત્યાર બાદ તે યુવાનને જુગાર રમવા માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા જે રૂપિયા યુવાન જુગારમાં હારી જતાં ધીમેધીમે તે વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા અને તેની પાસેથી 30 થી 60 ટકા સુધી વ્યાજ લેનારા શખ્સો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાને 6 શખ્સોની ફરિયાદ નોંધાવેલ હતી તે ગુનામાં લાકડા જેવુ વ્યાજ લેનારા ત્રણ આરોપીને હાલમાં પકડવામાં આવેલ છે.
મોરબીમાં રવપર રોડ ઉપર સ્વાગત હોલની પાછળ આવેલ જલારામ સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષકના દીકરા વિનાયક મણીલાલ મેરજા (20)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા સહિત કુલ મળીને 6 શખ્સની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તે વર્ષ 2022 માં મોરબી નિર્મલ સ્કુલમાં ધો. 12 મા અભ્યાસ કરતો હતો ત્યારે તે તેના મમ્મીના મામાના દિકરાનો દિકરા કુણાલ ઉર્ફે ભુરો ઓગણજાની ઉમીયા સર્કલ પાસે શોપીંગ સેન્ટરમાં શિવાય ફાયનાન્સ નામની ઓફીસ હતી ત્યાં તે અવારનવાર બેસવા જતો હતો અને કુણાલ પોતે પોતાની ઓફીસે ઓનલાઈન જુગારની આઈ.ડી. બનાવી રમતો હતો જેથી ફરિયાદીને પણ ઓનલાઈન જુગાર રમવાનો શોખ થયો હતો
ત્યાર બાદ કુણાલે ફરિયાદીને તેની જ ઓફીસે તેના મોબાઇલમા ઓનલાઇન જુગાર માટે આઈ.ડી. બનાવી આપી હતી અને તે આઇ.ડી. માં પાંચ લાખ કુણાલે પોતાના આઈ.ડી.માથી ક્રેડીટ પેટે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ફરિયાદી તે રકમ જુગારઆ હારી ગયો હતો જેથી જુદાજુદા પાંચ શખ્સ કે જે કુણાલની ઓફિસે આવતા હતા તેની સાથે સંપર્ક હોવાથી કુણાલને રૂપિયા આપવા માટે જુદાજુદા લોકો પાસેથી 30 થી લઈને 60 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ઘણી રકમ આપવામાં આવી હતી તો પણ વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપવામાં આવતી હતી.
જેથી ગેંગ બનાવીને વ્યાજના ચક્રમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 શખ્સોની સામે યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે પહેલા આ ગુનામાં મુખ્ય સૂત્રધાર આરોપી ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા તેમજ મિલનભાઇ પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઇ ફુલતરીયા અને મેહુલ ઉર્ફે માધવ લાખાભાઈ જીલરીયાની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી ત્યાર બાદ હાલમાં પીએસઆઈ સી.એચ. સોંન્દરવા અને રાઇટર ભવિનભાઇ ગઢવીએ આ ગુનામાં રાહુલ દેવાયતભાઈ જારીયા (25) રહે. ગજડી તાલુકો ટંકારા, જયરાજ જીવણભાઈ સવસેટા (24) રહે. દેવગઢ તાલુકો માળીયા(મિ) અને વિજય મનોજભાઇ ડાંગર (24) રહે. ગજડી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.