મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરીબમાં યુવાન અને તેના ભાઈ તેમજ પિતાને ધમકી આપવાના ગુનામાં વધુ બે વ્યાજખોર પકડાયો: કુલ 6 ઝડપાયા


SHARE







મોરીબમાં યુવાન અને તેના ભાઈ તેમજ પિતાને ધમકી આપવાના ગુનામાં વધુ બે વ્યાજખોર પકડાયો: કુલ 6 ઝડપાયા

મોરબીમાં રહેતા આધેડને ધંધા માટે રૂપિયાની જરૂરી હતી જેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજનાચક્રમાં ફસાયા હતા અને વ્યાજખોરો દ્વારા તે આધેડ અને તેના બે દીકરાને ધમકીઓ દેવામાં આવતી હતી જે ગુનામાં પહેલા ચાર આરોપીને પકડવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવ્યા છે.

મોરબીમાં આવેલ ગૌરાંગ શેરી પારેખ શેરીમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઇ મકવાણા (21)એ થોડા દિવસો પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ, તુફેલ અલીભાઇ ગલરીયા, અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસનઅલી બ્લોચ, હીરાભાઇ દેવસીભાઇ રબારી, જુબેર અલીભાઇ ગલરીયા, ભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના પિતાએ ધંધા માટે અને ત્યાર બાદ તેની માતાની સારવાર માટે જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ વ્યાજખોરોના ચક્રમાંથી નીકળવા માટે ઉચાં વ્યાજે જુદાજુદા કુલ મળીને આઠ શખ્સો પાસેથી આધેડ અને તેના દીકરે વ્યાજેરૂપિયા લીધા હતા અને વ્યાજે રૂપિયા લીધેલ રૂપિયાની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પહેલા 6 આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેના રાઇટર ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી તુફેલ અલીભાઇ ગલેરીયા (26) અને જુબેર અલીભાઇ ગલેરીયા (35) રહે. કુબેરનાથ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News