મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

વાંચકો માટે આશિર્વાદ: મોરબીમાં વીમા એજન્ટે પોતાના શોખ માટે એકત્રિત કરેલા 1500 થી વધુ પુસ્તકો વાળી મીની લાઇબ્રેરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર


SHARE











વાંચકો માટે આશિર્વાદ: મોરબીમાં વીમા એજન્ટે પોતાના શોખ માટે એકત્રિત કરેલા 1500 થી વધુ પુસ્તકો વાળી મીની લાઇબ્રેરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર

વર્તમાન સમયમાં યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના લોકોને મોબાઇલની લત લાગી હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળતા હોય છે અને મોબાઈલની આડેસરના કારણે ઘણી વખત હોસ્પિટલના પગથિયાં ચડવા પડે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે મોબાઈલના બદલે યુવાનો, બાળકો અને વૃદ્ધો પુસ્તક તરફ વળે તે માટે તેને મોરબીમાં રહેતા અશોકભાઇ કૈલા નામના આધેડ દ્વારા પોતાના ખર્ચે, પોતાની જગ્યામાં મીની લાઇબ્રેરી બનાવવામાં આવી છે અને તેમાં 1500 થી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે

આજકાલ આધુનિકતાના નામે સોશિયલ મીડિયા અને ખાસ કરીને મોબાઈલનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકોનું વાંચન સતત ઘટતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને મોબાઇલમાં આવતી રિલ્સ સહિતનું સાહિત્ય જોવામાં સહુ કોઈ પોતાનો મોટાભાગનો કીમતી સમય વેડફતા હોય છે પરંતુ આજની યુવા પેઢી સહિતના તમામ લોકો પુસ્તક તરફ વડે તે માટે થઈને મોરબીમાં સનાળા રોડ ઉપર કન્યા છાત્રાલયની બાજુમાં આવેલ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ કૈલા કે જેવો વીમા એજન્ટ તરીકે મોરબીમાં કામ કરે છે તેમના દ્વારા એક મીની લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે અને તેમાં તેમણે અત્યાર સુધીમાં 1500 જેટલા પુસ્તકો રાખ્યા છે જે બાળકો યુવાનો અને વૃદ્ધો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે

હાલમાં અશોકભાઈ કેલા કે જેમણે પોતાના ખર્ચે, પોતાની જગ્યામાં મીની લાઇબ્રેરી ઊભી કરેલ છે તેમણે જણાવ્યું હતું કે તેમના દાદાને પણ વાંચનનો ખૂબ શોખ હતો અને વર્ષો પહેલા તેમને ઘરે 45 જેટલા પુસ્તકો રાખ્યા હતા. જેથી કરીને તેમને નાનપણથી જ વાંચવાનો ખૂબ શોખ હતો અને ધીમે ધીમે કરતાં તેમનો આ શોખ ઉંમરની સાથે વધતો ગયો અને તેઓ કોઈપણ જગ્યાએ, કોઈ પણ શહેરમાં, કોઈપણ પુસ્તકની દુકાનમાં ગયા હોય તો ત્યાંથી અચૂક તેઓ પોતાની સાથે પુસ્તક લઈને આવતા હતા અને આમ આમ કરતા આજની તારીખે તેઓની પાસે 1500 જેટલી પુસ્તકોનો સંગ્રહ એકત્રિત થઈ ગયો છે. જેમાં બાળવાર્તા, મોટીવેશન માટેની બુક, વાર્તાઓની બુક, ધાર્મિક ગ્રંથો વગેરેનો સમાવેશ થાય છે.


એવું કહેવાય છે કે મંદિર તરફ જતી ભીડ જ્યારે ગ્રંથાલય તરફ જવા માંડે ત્યારે ચોક્કસપણે પરિવર્તન આવશે તેવું કહી શકાય છે આવો જ પ્રયત્ન વર્તમાન સમયમાં અશોકભાઈ કૈલા દ્વારા મોરબીમાં કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા ન માત્ર પોતાને ગમતા હોય તેવા પુસ્તકો પરંતુ તેમની આ મીની લાઇબ્રેરીમાં પુસ્તક લેવા માટે થઈને આવતા લોકો જો તેમની ઈચ્છા પ્રમાણેનું પુસ્તક માંગે તો તે પુસ્તક તેઓ પોતાના સ્વખર્ચે લાવીને તેમને વાંચવા માટે આપતા હોય છે અને આ અલગ વ્યવસ્થાના કારણે આજે અશોકભાઈ કેલાની આ લાઇબ્રેરી વાંચકો માટે આશીર્વાદ સમાન બની રહી છે

મોરબીના શનાળા રોડ ઉપર ગુરુદત્તાત્રે મંદિરની સામેના ભાગમાં તેઓની જે વર્ષો વીમાના કામ માટેની ઓફિસ હતી તે જૂની ઓફિસમાં જ તેઓએ પોતાની મીની લાઇબ્રેરી ઊભી કરી દીધી છે અને જેટલા પુસ્તકો તેમની આ મીની લાઇબ્રેરીમાં છે તેટલા જ પુસ્તકો તેમના ઘરે પણ છે જેથી કરીને ઘણી વખત સગા વ્હાલા, મિત્રો સહિતના લોકો તેમની ઓફિસ બંધ હોય તો તેમના ઘરે પણ પુસ્તક લેવા પહોંચી જાય છે અને આ લાયબ્રેરીમાં પુસ્તક લેવા માટે આવનાર વ્યક્તિની કોઈ યાદી બનાવવામાં આવતી નથી. જે વ્યક્તિ પુસ્તક લઈને જાય તે વ્યક્તિ પોતાની રીતે પુસ્તક વાંચીને પાછું આપી જાય આવી વ્યવસ્થા અશોકભાઈ કૈલા દ્વારા ઉભી કરવામાં આવી છે

જો અશોકભાઈ કૈલાને નાનપણમાં જે પ્રકારનું વાતાવરણ તેઓના પરિવાર તરફથી પૂરું પાડવામાં આવ્યું હતું તેવું જ વાતાવરણ વર્તમાન સમયમાં માતા પિતા અને પરિવારજનો આજના બાળકને પોતાના ઘરની અંદર પૂરું પાડે તો ચોક્કસપણે આજકાલ મોબાઇલનું જે વળગણ બાળકોમાં સૌથી વધુ જોવા મળે છે તેની બદલે બાળકો પણ નાનપણથી જ પુસ્તક તરફ વળતાં થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોતિ નથી.




Latest News