મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો


SHARE













મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો

ડો.હસ્તીબેન મહેતાના ૧૪૮ માં એકદિવસીય કેમ્પ માતુશ્રી સ્વ.રમીલાબેન હરકિશનભાઈ પારેખની યાદમાં હસ્તે દર્શક પારેખ (મોરબી) રફિકભાઇ હોલાવાલા, વાંકાનેર નેશનલ હાઇવે,જોધપર મચ્છુ ડેમ ૧ પાસે આયોજન કરવામાં આવ્યું હતું.ખૂબ સરસ વ્યવસ્થા અને ધાર્યા કરતા પણ વધુ બહોળી સંખ્યામાં દર્દીઓ એકત્રીત થયા હતા અને સૌનો ખૂબ સરસ સહકાર રહ્યો હતો.બપોરે ચાર વાગ્યે કેમ્પ શરૂ કર્યો જે મોડી સાંજે ૭:૩૦ વાગ્યે પૂર્ણ થયો હતો.આ કેમ્પમાં દરેક પ્રકારના દર્દીઓ હતા.જે દરેકનું વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા આપી જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપેલ.આ કેમ્પના વા, સાંધા, કમર,વગેરેના દુઃખાવાના ઘણા દર્દી હતા જેમણે જયસુખભાઈ ભાલોડિયાં દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર આપીને દર્દથી રાહતનો અહેસાસ કરાવ્યો હતો.જરૂરિયાત મુજબ દર્દીને ત્યાં જઈને પણ સારવાર આપેલ.આ કેમ્પને સફળ બનાવવા માટે રફિકભાઇ હોલવાલાના સમગ્ર પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.તબીબોના પહોંચ્યા પહેલા જ દર્દીઓને વ્યવસ્થિત બેસાડીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.ખરેખર આ કેમ્પ તબીબ માટે પણ યાદગાર રહ્યો હતો.આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, નિશાબેન દેસાઈ, કોઠારિભાઇએ સેવા આપી હતી.






Latest News