માળિયા (મી.)ના વવાણીયા નજીકથી મળી આવેલ અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ
મોરબીના જીવરાજબાપા લીખીયાએ કેનાલ પાસેની ગંદકી દૂર કરવાનું બીડું ઝડપ્યું
SHARE
મોરબીના જીવરાજબાપા લીખીયાએ કેનાલ પાસેની ગંદકી દૂર કરવાનું બીડું ઝડપ્યું
મોરબીમાંથી પસાર થતી મચ્છુ કેનાલ રોડને સાફ કરવામાં આવેલ ત્યાર બાદ કચરો એક મહિના જેટલા સમયથી કેનાલ પાસે કાઢીને રોડ કાંઠે ફેંકી દેવામાં આવેલ હતો જો કે, જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા તેને ઉપાડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અને કેનાલની રેલિંગ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં આવી રહી નથી તેવામાં આ સફાઈનું બીડું સાચા સમાજ સેવક જીવરાજબાપા લીખીયાએ ઉપાડયું હતું અને તેમણે ખર્ચ અને પોતાની ઉંમર ૮૦ વર્ષની છે તે વિશે સહેજ પણ વિચાર કર્યા વગર લોકોની સુખાકારી માટે કામ માણસો પાસે કરાવ્યુ હતું. અત્રે ઉલેખનીય છે કે, તેઓ વૃક્ષારોપણ તો મોટા પ્રમાણમા કરે જ છે તેની સાથો સાથ ઘણા લોકોને ઉપયોગી થાય તેવા કામ પણ કરે છે. જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. પરંતુ સરકાર કે તંત્રને બેદરકારી બાબતે કોઈ કહેતું નથી જે શરમજનક બાબત કહી શકાય તેમ છે.