મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા
SHARE
મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા
મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી તાલુકા સંગઠન પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મામલતદાર ધનવાણી, મોરબી તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયેશભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન તુલશીભાઇ પાટડીયા, કૃષિ અધિકારી દેત્રોજા તથા મોરબી તાલુકા વહીવટી તંત્રના અધિકારીની ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો આ કૃષિ મહોત્સવના શુભારંભ સમયે વકત્વયમા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનને અભિનંદન આપતા જણાવ્યુ કે ગત ચોમાસામા અતિવૃષ્ટિથી થયેલ નુકશાન સર્વે કરાવવામા મોરબી તાલુકાના ખેતી અધિકારીઓ અને ગ્રામસેવક સાથે સંકલન સાધી સુવ્યવસ્થિત રીતે સર્વે કરવાથી સમગ્ર ગુજરાતની 1419 કરોડ રકમમાથી 76 કરોડ જેટલી માતબર રકમ માત્ર મોરબી તાલુકાના ખેડુતોને વળતર તરીકે મંજુર થયેલ છે આ કાર્યક્રમનુ સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામા આવ્યુ હતું