મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતે પતિ સાથેની બોલાચાલીમાં મહિલાએ જીવન ટુકાવ્યું


SHARE













મોરબીના યમુનાનગર વિસ્તારમાં નજીવી વાતે પતિ સાથેની બોલાચાલીમાં ગળેફાંસો ખાઈ જતા મહિલાનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં રહેતા અને મૂળ બોટાદના પરિવારના મહિલા ગળેફાંસો ખાઈ ગયા હતા.જેથી કરીને તેઓનું મોત નીપજતા બનાવ અંગે જાણ થવાથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ બોટાદના અને હાલ મોરબીમાં જીઈબીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કલ્પેશભાઈ ગોસ્વામીના પત્ની સોનલબેન કલ્પેશભાઈ ગોસ્વામી (ઉમર ૨૮) હાલ રહે.યમુનાનગર નવલખી રોડ વાળા તા.૬-૧૨ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે સાડી વડે છતના હુકમાં ગળેફાંસો ખાઈ ગયા હતા અને તેઓનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે ડેડબોડી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં પીએમ સહિતની વિધિ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક સોનલબેનનો લગ્નગાળો સાડા સાત વર્ષનો હતો અને સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે કલ્પેશભાઈ જીઇબીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય તેઓ સવારે નવેક વાગ્યે ઘરેથી નીકળી જતા હોય અને મોડેથી ઘરે આવતા હોય દરમિયાનમાં પતિ સાથે ફોનમાં ક્યારે આવશો..? અને જમવામાં શું બનાવુ..? સહિતની વાત થઈ હતી.તે બાબતનું મનમાં લાગી આવતા સોનલબેનએ ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ શ્રીજી સિરામિક લાલપર ગામ પાસે બાઈક અને બોલેરોની વચ્ચે અથડામણ થઈ હતી.જે અકસ્માત બનાવમાં જીગરભાઈ ભાલોડી (૨૭) રહે.અનિડા જી.રાજકોટ તથા રવિભાઈ શર્મા (૨૫) રહે.શ્રીરામ કોલોની ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબીને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલએ ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર ગાળા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં દિનેશભાઈ બીજલભાઇ કોળી (૩૨) રહે.ગુંગણ તા.મોરબી ને ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

દવા પી જતા સારવારમાં

મોરબીના નાની વાવડી ગામે રહેતા કુંદનબેન ચંદ્રેશભાઇ રૂપાલા નામના ૪૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર દવા પી ગયા હતા.જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડાયા હતા અને બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

અકસ્માત બનાવમાં ઇજા

મોરબીના નાની વાવડી ગામે રહેતા દીપાબેન કાંતિભાઈ પડસુંબીયા નામના ૪૦ વર્ષીય મહિલા બપોરના બે વાગ્યાના અરસામાં બાઈકમાં બેસીને ખેતર બાજુ જતા હતા.ત્યારે નાનીવાવડી અને બગથળાની વચ્ચે આવેલ હનુમાન મંદિર પાસે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી ડાબા હાથના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલએ ખસેડાયા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી હતી.જેની આગળની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News