વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝડપાયેલ કરોડો રૂપિયાની પેટકોક ચોરી-છેતરપીંડીના ગુનામાં એલસીબી કે સ્થાનિક પોલીસની કોઈ જવાબદારી નહીં ?


SHARE













મોરબીમાં ઝડપાયેલ કરોડો રૂપિયાની પેટકોક ચોરી-છેતરપીંડીના ગુનામાં એલસીબી કે સ્થાનિક પોલીસની કોઈ જવાબદારી નહીં ?

મોરબી જિલ્લામાં આઠેક મહિના પહેલા એસએમસીની ટીમ દ્વારા રેડ કરીને દારૂ ભરેલ ગોડાઉન પકડવામાં આવ્યું હતું અને ત્યારે 2.20 કરોડનો મુદામાલ કબ્જે કરેલ હતો ત્યારે બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા બે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જો કે, હાલમાં કરોડો રૂપિયાની પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીનો એસએમસીની ટીમે પર્દાફાશ કરેલ છે અને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.જો કે, આ કરોડો રૂપિયાની પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીના ગુનામાં એલસીબી અને સ્થાનિક પોલીસની કોઈ જવાબદારી નહીં તેવો સવાલ હાલમાં પોલીસ બેડામાં ઉઠી રહ્યો છે.

મોરબી જિલ્લામાં દિવસેને દિવસે ગૂનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને બદલાયેલા સમયની સાથે હવે ગુનાના પ્રકાર અને મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે.તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી પહેલા પેટ્રોલ, ડીઝલ, કેમિકલ અને લોખંડની ચોરીમાં મોરબી ચર્ચામાં રહેતું હતું.ત્યાર બાદ ઉદ્યોગ વધતાં ટેક્સ ચોરીના લીધે મોરબી ચર્ચામાં રહેતું હતું અને હાલમાં નશીલા પદાર્શની હેરાફેરી તેમજ પેટ્રોલ, ડીઝલ, કેમિકલ, ખાતર, લોખંડ અને હવે તેની સાથોસાથ પેટકોકના કાળા કારોબાર માટે પણ મોરબી ચર્ચામાં આવી ગયેલ છે અને આ ગુનાની તપાસમાં અનેક ધડાકા થવાની શક્યતા સેવાઇ રહી છે.તેમજ મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ગત ફેબ્રુઆરી મહિનામાં એસએમસીની ટીમે લાલપર ગામ પાસે ગોડાઉનમાં રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનની અંદરથી 1.51 કરોડની કિંમતનો અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમીત પટેલનો દારૂનો જથ્થો ઝડપાયો હતો અને ત્યાર બાદ ક્રમશઃ આ ગુનાની તપાસમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને 22 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા.જો કે, મોરબીમાં ગોડાઉન ભાડે રાખીને મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા બુટલેગરોને દારૂની સપ્લાયનું જે નેટવર્ક ચાલી રહ્યું હતું.તેનો એસએમસીની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો ત્યાર બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા જે તે સમયે એસએમસીની રેડના પગલે મોરબી જિલ્લા એલસીબીની ટીમના પીઆઇ ડી.એમ. ઢોલ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.વાળાને સસ્પેન્ડ કર્યા હતા.

જો કે, હાલમાં એસએમસીની ટીમે પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ કરેલ છે અને જે જથ્થો રાજસ્થાન મોકલવાનો હતો તે આ ગોડાઉન સુધી કેવી રીતે આવ્યો ? અને ગોડાઉનમાંથી 1584 ટન પેટકોક સહિત કુલ મુદામાલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે અને આ ગુનાની તપાસ પણ એસએમસીના જ અધિકારીને સોંપવામાં આવી છે.ત્યારે સવાલએ ઊભો થાય છે કે અગાઉ જો 2 કરોડનો મુદામાલ રેડ કરીને એસએમસીની ટિમ પકડે તો બે પીઆઇને સસ્પેન્ડ કરીને તેની બદલીઓ કરવામાં આવે તો પછી હાલમાં પેટકોકના કારોબારમાં તો 3.57 કરોડનો મુદામાલ એસએમસીની ટીમે પકડેલ છે તો શું આમાં એલસીબી કે પછી સ્થાનિક પોલીસની કોઇ જવાબદારી નથી ? તેવી ચર્ચા હાલમાં પોલીસ બેડામાં થવા લાગી છે.આ ગોડાઉન કેટલા દિવસથી ચાલી રહ્યું હતું ?, રોજના કેટલા ટ્રક આવતા હતા ?, રોજ કેટલી પેટકોકની ચોરી કરવામાં આવતી હતી ? જુદાજુદા ટ્રકોમાંથી ચોરી કરવામાં આવેલ પેટકોકનો કયાં અને કેવી રીતે વેચાણ કરીને નિકાલ કરતાં હતા ? તે સહિતના મુદાઓની તપાસ કરવામાં આવશે ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવવાની પૂરેપુરી શક્યતા છે.






Latest News