મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં પરણીતા સાથે રિલેશનમાં રહેલા યુવાનને મહિલાના પતિએ માર માર્યો


SHARE













મોરબીમાં પરણીતા સાથે રિલેશનમાં રહેલા યુવાનને મહિલાના પતિએ માર માર્યો

મોરબીમાં રહેતો યુવાન પરણીતા સાથે રિલેશનમાં હતો અને તેની સાથે ઊભો હતો ત્યારે પરણીતાના પતિએ તેને જોઈ જતાં તેને સારું ન લાગતા તેને યુવાનની સાથે ઝપાઝપી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા પરણીતાના પતિની સામે મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવતા હોય છે તેવી જ રીતે મોરબી શહેરમાં રહેતો યુવાન પરણીતા સાથે રિલેશનમાં હોય પરણીતાના પતિને તે ગમતું ન હતું અને તે બંનેને સાથે જોઈ જતાં યુવાનને મોરબીમાં આવેલ મંગલભુવન ચોક પાસે પરિણીતાના પતિએ ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પરણીતાના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા લીલાબેન હસમુખભાઈ વાઘેલા (50) નામના મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા પ્રાથમિક સારવાર ટંકારામાં આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં

હળવદ તાલુકાના ટીકર ગામે સોયલા ધનજી તોમર (22) નામના યુવાને કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ બેભાન હાલતમાં તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News