મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં દેશી દારૂના 10 ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ
SHARE
મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં દેશી દારૂના 10 ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ
મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવી હતી અને જુદાજુદા તાલુકામાં કુલ મળીને 10 જેટલી રેડ કરવામાં આવી હતી. અને મુદામાલ કબજે કરીને ગુના નોંધવામાં આવ્યા હતા.
મોરબીના ત્રાજપર વિસ્તારમાં સીદુબેન મનુભાઈ વરાણીયા (50) મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 50 લિટર આથો અને બે લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 1400 ના મુદ્દાપાલ સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ત્રાજપર ચોરાવાળી શેરીમાં રહેતા સોમીબેન ઘોઘાભાઈ વરાણીયા (60) ના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 40 લીટર આથો અને ત્રણ લિટર દેશી દારૂ મળી આવતા પોલીસે 1600 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી તો ત્રાજપર નજીક ઓરિએંટલ બેન્ક વાળી શેરીમાં રહેતા શારદાબેન સવશીભાઇ સનુરા (50) ના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 40 લીટર આથો તથા બે લિટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે 1400 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી.
માળીયા તાલુકાના ખાખરેચીથી વેણાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર તલાવડાના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો મળી આવતા પોલીસે 3750 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને આ માલ રવિભાઈ વિઠ્ઠલભાઈ કોળી રહે, ખાખરેચી વાળાનો હોવાનું સામે આવતા તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે મહાવીરસિંહ ઘનુભા ઝાલાની વાડી પાસે નદીના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1600 લીટર આથો તથા ૨૦૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે 80 હજાર રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી કવરારામ હુકમારામ જાટ (30) રહે. ભાયાતી જાંબુડીયાની સીમ મહાવીરસિંહ ઘનુભા ઝાલાની વાડીએ મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને વાડીના માલિક મહાવીરસિંહ ઘનુભા ઝાલા રહે ભાયાતી જાંબુડીયા વાળાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સોને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવતા 100 ની કિંમતના બિયરના ટીન સાથે જીતેશ અવચરભાઈ બાબરીયા (28), સુરેશ રાયસંગભાઈ છીપરા (28) અને અજય ઘનશ્યામભાઈ બાબરીયા (27) રહે બધા રાણેકપર તાલુકો હળવદ વાળાને પકડીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી તાલુકાના લીલાપર ગામે ત્રિદેવનગરમાં મફતિયાપારામાં બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવતા પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને નિલેશ નાગજીભાઈ દેગામા (35) રહે. ત્રિદેવનગર લીલાપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ મફતિયાપરામાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 120 લીટર આથો મળી આવતા 3,000 ની કિંમતનો મુદામાલ કબજે કરી પોલીસે અજય ભુપતભાઈ પરમાર (31) રહે. રફાળેશ્વર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી છે. મોરબીના પાનેલીથી રાતાવિરડા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હતો જેથી 5000 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગી આથો જયંતિ શીવાભાઈ આંતરેસા રહે. પાનેલી વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.