મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત


SHARE









વાંકાનેરના ગુંદાખડા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અજયભાઈ મકવાણાના પત્ની હેતલબેન મકવાણા (19)એ કોઈ કારણોસર ગત તા. 29/11 ના રોજ 8:30 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તે મહિલાને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો 8 માસનો છે. જો કે તેને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે.

બાળક સારવારમાં

બોટાદ તાલુકાના ગઢડીયા ગામના રહેવાસી જયમિત કેતનભાઇ અઘારા (7) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો અને કોઈ કારણે અકસ્માત થયો હતો જેમાં તે બાળકને ઇજા થવાથી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ગૂંગણ ગામે રહેતા કાંતિ મગનભાઈ સાકરીયા (27) નામના યુવાનને ગામમાં મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવીલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

કારમાં આગ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર દેવ ફાર્મની સામેના ભાગમાં પ્રથમ હાઈટમાં રહેતા હિતેશ દેવજીભાઈ સંઘાણી (40)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, ગત તા. 5/12 ના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં લીલાપર કેનાલ રોડ ઉપર રામકો બંગલો નજીક તેની ક્રેટા ગાડી નંબર જીજે 36 એલ 0019 લઈને પ્રસંગમાંથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે ગાડીમાં આગ લાગી હતી, જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News