મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો


SHARE













ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો

મોરબીમાં કાર્યરત મુસ્કાન વેલ્ફેર સોસાયટીના મહિલા સભ્યો દ્વારા એક જરૂરતમંદ દીકરીને લગ્નસરાની વસ્તુઓ આપ્યા બાદ મહેંદીની રસમ પણ સ્વહસ્તે પુરી કરવામાં આવી હતી.મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટીની મહિલા સભ્યોએ સાથોસાથ તે દિકરીને રોકડ રકમ અને ભેટ સોગાત પણ આપી હતી અને વિદાઈ પણ આપશે.

હિન્દૂ સમાજનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી માટે સમાજના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.લોકો આનંદ કરી રહ્યા હતા.ત્યારે મોરબીમાં એક જરૂરતમંદ લક્ષ્મી સ્વરૂપ દીકરીને લગ્નસરાની ચીજ વસ્તુઓ જેવી કે ૧૩ નંગ સાડીઓ, ડિનર સેટ, કૂકર, જગ, તપેલીઓનો સેટ, ચાંદીની પાયલ સહીત અનેક જરૂરી નાની મોટી વસ્તુઓ આપવા સાથે મોરબીની સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટીની મહિલા સભ્યોએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

આ ઉજવણી સાથે સંસ્થાની બહેનોના ચહેરા પર બમણી ખુશી જોવા મળી હતી.એક તો દિવાળી પર્વની અને જરૂરતમંદ દીકરીને મદદરૂપ થઈ ઉમદા કાર્ય કરવાની તો દીકરીમાં પણ ખુશી જોવા મળી હતી.જયીરે તા.૧૩ ડિસેમ્બરે જયારે આ દીકરી તેના નવજીવનના પથ પર નીકળી લગ્નગ્રંથિથી જોડાવાની છે.ત્યારે આ સંસ્થાની મહિલાઓએ પોતાના હાથે હોંશપુર્વક આ દીકરીને મહેંદી મુકી આપી હતી અને રોકડ રકમ આપવા સાથે અન્ય ભેટસોગાથો પણ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા આવા માનવ સેવા અને સમાજ સેવાના ઘણા કાર્યો કરવામાં આવે છે.જેના દ્વારા એ સમાજના બધા લોકો પાસે આવી અપેક્ષા રાખે છે કે તેમણે પણ આવા અમુક સમાજ સેવાના કાર્યો કરવા જોઈએ.આવા કાર્યો કરવાનો સંસ્થાનો હેતુ ફક્ત એટલો જ છે કે સમાજના બધા લોકોના મોં ઉપર મુસ્કાન લાવી શકાય.






Latest News