મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે


SHARE







































મોરબીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ખાતે તા. ૨૦/૧૨ ના રોજ સવારના ૯:૦૦ કલાકથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ સમગ્ર આયોજન આરોગ્ય શાખા- જિલ્લા પંચાયત મોરબી, GMERS મેડીકલ કોલેજ- મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપરના સહયોગથી કરવામાં આવ્યું છે. 

કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ કે જે ૧૮ થી ૬૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય તેઓ રકતદાન કરી શકે છે. તેમનું ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. ની આસપાસ હોવું જોઈએ. હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તે આવશ્યક છે. તેમજ તંદુરસ્ત વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે  આ સેવાકાર્યને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત- મોરબી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
















Latest News