મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનો માટે નવી સિરીઝના ઈ-ઓક્શન કરાશે


SHARE









મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનો માટે નવી સિરીઝના ઈ-ઓક્શન કરાશે

મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનો માટે આગામી તા. 19/12 ના રોજ GJ-36-AQ અંતર્ગત 1 થી 9999 સુધીના નંબરોની નવી સીરીઝ શરુ કરવામાં આવશે. તેથી પોતાની પસંદગીના નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ. 2000, ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ. 8000 તથા સિલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ.3500 સરકારના નિયમ અનુસાર ભરવાની રહેશે.

જેમાં ગોલ્ડન નંબરની સિરીઝમાં 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9009, 9090, 9099, 9909, 9990, 9999- આ નંબર માટે રૂ. 8000 ની ફી નિર્ધારીત કરવામાં આવી છે. તેમજ સિલ્વર નંબરની સિરીઝમાં 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, 8181- આ નંબર માટે રૂ. 3500 ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ સિવાય ઉકત જણાવેલા નંબરો સિવાયના અન્ય નંબરો માટે રૂ. 2000 ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. ગોલ્ડન અને સિલ્વર નંબરોની ફાળવણી ઈ- ઓક્શનથી જ કરવામાં આવશે. GJ- 36- AQ સીરીઝમાં પસંદગીના નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/ કર મોરબી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલા હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાનમાં લેવામાં આવશે.

આ પસંદગીના નંબરો મેળવવા માટે આગામી તા. 19/12 ના સાંજના 4:00 કલાકથી આગામી તા. 25/12 ના સાંજના 4:00 સુધી https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આગામી તા. 25/12 ના સાંજના 4:00 કલાકથી તા 27/12 ના સાંજના 4:00 કલાક સુધી બીડીંગ પ્રોસેસ ચાલુ રહેશે. અને આગામી તા. 27/12 ના રોજ સાંજના 5:00 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઈ- ઓક્શનનું પરિણામ જાહેર થશે. જે પરિવહન વેબસાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. આ સિવાય પસંદગીના નંબરના અરજદારે પુછપરછ કરવા માટે રૂબરૂ સંપર્ક સાધવો નહિ. વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN આ વેબસાઈટ પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે. અને સફળ અરજદારોએ સુનિશ્ચિત કરાયેલી સમય મર્યાદામાં બીડની રકમનું ઈ- પેયમેન્ટ કરીને ફોર્મ એ.આર.ટી.ઓ. કચેરી મોરબી ખાતે જમા કરવામાં અરજદાર નિષ્ફ્ળ જશે તો ભરપાઈ કરેલી રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ પેયમેન્ટ વગરની અરજીઓને રદબાતલ ગણવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News