મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન પાસે બીભત્સ માંગણી કરીને હત્યા કરનારા બંને આરોપી અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ ચાલુ: ડીવાયએસપી


SHARE







































મોરબીમાં યુવાન પાસે બીભત્સ માંગણી કરીને હત્યા કરનારા બંને આરોપી અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ ચાલુ: ડીવાયએસપી

મોરબી નજીક સ્ત્રીના વસ્ત્રો પહેરીને યુવાન ઊભો હતો ને સ્ત્રી સમજીને સેક્સ કરવા માટે બે શખ્સ લઈ ગયા હતા અને સ્ત્રીના પહેરવેશમાં પુરુષ નીકળતા માથાકૂટ થયેલ હતી અને તે યુવાનની બે શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આ બંને આરોપીઓ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવી ઘણી ઘટનાઓ સામે આવે છે તેવામાં મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગળી તાલુકાના દદુકા ગામના રહેવાસી પુરીબેન સંજયભાઈ મહવઇ (35)એ તેના પતિ સંજયભાઇ મોહનભાઇ મહવઇ (35) ની હત્યાની અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં મોરબી ચાલુકા પીઆઇ એન.આર મકવાણા અને તેની ટીમે આરોપી રવિ દેવજીભાઈ ગાબુ જાતે કોળી (25) રહે. ઓળક તાલુકો લખતર અને સુરેશ ઉર્ફે હનો બબાભાઈ ગોરૈયા જાતે કોળી (32) રહે. ઢાંકી તાલુકો લખતર વાળાનો  સમાવેશ થાય છે અને આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના આગામી તા. 18/12 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

આજે હત્યાના ડિટેકશન મુદે ડીવાયએસપી પી.એ.ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ફરીયાદના પતિની માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં ખેતરના સેઢા પાસે તેઓના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઇની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને તા 25/8/24 ના રોજ બપોરે ત્રણેક વાગ્યના અરસામાં હત્યા કરી નાખી હતી બાદમાં કોહવાય ગયેલ હાલતમાં તેની લાશ મળી હતી. જો કે, યુવાને સ્ત્રીના કપડા પહરેલ હોય પોલીસ તે દિશામાં તપાસ કરી રહી હતી તેવામાં એવી માહિતી સામે આવી હતી કે આરોપીઓ મૃતક યુવાનને બાઈકમાં બેસાડીને ટોલનાકાથી દોઢેક કિલો મીટર દૂર ખેતર પાસે લઈ ગયા હતા અને તેની પાસે બીભસ્ત માંગણી કરી હતી જેથી કરીને બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે વિ દેવજીભાઈ ગાબુ નામના શખ્સે મૃતક યુવાનને છરીના ઘા માર્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું.

અત્રે ઉલેખનીય છે કે, મૃતકા યુવાન સ્ત્રીના વસ્ત્રો પહેરીને રોડ ઉપર ઊભો હતો જેથી તેને સ્ત્રી સમજીને સેક્સ કરવા માટે લઈ ગયા હતા જો કે, મૃતક પુરુષ હોવાની વાત સામે આવતા રૂપિયા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે યુવાનને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી આ ગુનામાં પોલીસે આરોપીઓ પાસેથી હાલમાં બાઇક અને છરી તેમજ આરોપીના કપડાં કબજે કરેલ છે અને આ આરોપીઓ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
















Latest News