મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોની સામે ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ
મોરબી તાલુકાનાં ફડસર ગામે થયેલ દારૂની રેડમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબી તાલુકાનાં ફડસર ગામે થયેલ દારૂની રેડમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબી તાલુકાનાં ફડસર ગામે દારૂની રેડ કરી હતી ત્યારે પોલીસે દારૂની 969 બોટલ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
આ કેસની વિગત આપતા વકીલ હરદેવસિંહ એચ. જાડેજાએ જણાવ્યુ હતું કે, ગત તા. 31/3/2009 ના રોજ ફડસર ગામે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી દારૂની બોટલ નંગ 969 નો મુદામાલ કબજે લીધો હતો અને આરોપી રાજુરામ ઉર્ફે રાજારામ કાલુરામ બિશ્નોઈએ તેના સહ આરોપી ભરત બચુભાઈ ઠુમ્મર સાથે મળીને દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો માંગવી હતી તેથી જોડિયા પોલીસ સ્ટેસનમાં ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફેના વકીલ હરદેવસિંહ એચ. જાડેજાએ દલીલો કરી હતી તેમજ પુરાવા રજૂ કર્યા હતા જે દલીલો અને પુરાવાને ધ્યાને લઈને મોરબીના ચીફ જ્યુડી. મેજી. દ્વારા આરોપી રાજુરામ ઉર્ફે રાજારામ બિશ્નોઈ રહે. અમદાવાદ વાળાને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 248 (1) ની જોગવાઈ અન્વયે ધી પ્રોહીબીશન એક્ટની કલમ 66 (બી), 65 (એ)(ઈ), 81 મુજબના શિક્ષાપાત્ર ગુનામાથી શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.