મોરબીમાં હજારો અબોલ જીવનો ભંડારો યોજીને જન્મ દિવસની ઉજવણી કરાઇ
વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ અને વિડી જાંબુડિયા સુધીનો રોડ 57 કરોડના ખર્ચે બનશે
SHARE
વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ અને વિડી જાંબુડિયા સુધીનો રોડ 57 કરોડના ખર્ચે બનશે
વાંકાનેરના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીના રોડ માટે સરકારમાં રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને સરકારે આ રોડ માટે 57 કરોડ રૂપિયા મંજૂર કરેલ છે.
વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીનો આશરે 24 કી.મી. નો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખાડા ખબડા વાળો હતો જેથી કરીને તે રોડ માટેની વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સરકારમાં રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને સરકારે 57 કરોડ રૂપિયા મંજૂર કરેલ છે જેથી કરીને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત ફળી છે અને લોકોની સુખાકારીમા આગામી દિવસોમાં વધારો થશે. અને આ કામ મંજૂર કરવા બદલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે.