મોરબીમાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર લોકોની સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ અને વિડી જાંબુડિયા સુધીનો રોડ 57 કરોડના ખર્ચે બનશે મોરબીમાં હજારો અબોલ જીવનો ભંડારો યોજીને જન્મ દિવસની ઉજવણી કરાઇ મોરબીના નાની વાવડી ખાતે સુમરા સમાજના સીનીયર સીટીઝન ગૃપ દ્વારા વડીલો માટે મેચ યોજાયો મોરબી તાલુકાનાં ફડસર ગામે થયેલ દારૂની રેડમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોની સામે ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ મારા ફોટાનો ઉપયોગ કરીને પોસ્ટને વાઇરલ કરનારા સામે કાર્યવાહી કરવા એસપીને સૂચના આપી છે: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી સીરામીક ઉધોગકારોના ફસાયેલા ૧૯ કરોડથી વધુ નાણા પરત લઈ આવીને SIT ની ટીમે વેપારીઓનો વિશ્વાસ જીત્યો: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીમાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર લોકોની સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો


SHARE











મોરબીમાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર લોકોની સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબી સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે.ગઇકાલે જ મોરબી તાલુકા વિસ્તારમાંથી એક બોગસ ડોકટર પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે મોરબી શહેરના પંચાસર રોડ ઉપર ઘરમાં દવાખાનું બનાવીને ડિગ્રી વગર લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરની એ ડિવિજન પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવીઝન પોલીસની ટીમને મળેલ બાતમી આધારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ દોશી હાઇસ્કુલની બાજુમાં મહાવીરનગરમાં રહેતા અશ્વિનભાઈ નકુમના ઘરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર ઘરની અંદર રૂમમાં દવાખાનું બનાવીને ત્યાં લોકોની એલોપેથીક દવા આપીને સારવાર કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું હતું.તેમજ સ્થળ ઉપરથી જુદી જુદી દવાઓ, બાટલા, ઇન્જેક્શન વિગેરે મળી કપલ રૂા.૧૮,૭૬૨ ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.જેથી પોલીસે બોગસ તબીબ અશ્વિનભાઈ વેલજીભાઈ નકુમ (૩૫) રહે.પંચાસર રોડ દોશી હાઈસ્કૂલની બાજુમાં મહાવીરનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટીસના એક્ટ ૩૦, ૩૩ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News