વાંકાનેરના ઢુવા પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત
મોરબીમાં મહેન્દ્રડ્રાઇવ રોડે બેઠા પુલ પાસે નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE







મોરબીમાં મહેન્દ્રડ્રાઇવ રોડે બેઠા પુલ પાસે નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીમાં આવેલ મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપરથી બેઠા પુલ પાસે કોઈ પણ કારણોસર યુવાન નીચે પટકાતા તેને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ કાલિકા પ્લોટમાં પરસોતમ ચોક પાસે હુડકો કવાર્ટરમાં રહેતા રાજુભાઈ સોંડાભાઈ ઠુંગા (40) નામનો યુવાન મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી બેઠા પુલ પાસે નીચે કોઈ પણ કારણોસર પડી જતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેના કારણે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વિજયભાઈ રામાભાઈ ઠુંગા (32) રહે. વાવડી ગામ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની આગળની વધુ તપાસ યુ.જે. ટાપરિયા ચલાવી રહ્યા છે
