મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ઢુવા પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મેલડી માતાજીના મંદિર પાસે પાણીના વોંકળામાંથી અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ કયુટોન સીરામીક કારખાને સામે ઝૂંપડામાં રહેતા રાયધનભાઈ બચુભાઈ ચાડમીયા (27) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, ઢુવા નજીક આવેલ ફેવરિટ પ્લસ કારખાના પાછળ મેલડી માતાજીના મંદિર સામે પાણીના વોંકળામાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનોનો મૃતદેહ પડ્યો છે અને કોઈ પણ કારણોસર પગ લપસવાના કારણે પાણીમાં તે યુવાન પાણીમાં ડૂબી ગયો હોય તેવી લાગી રહ્યું છે જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News