મોરબીમાં મહેન્દ્રડ્રાઇવ રોડે બેઠા પુલ પાસે નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
હળવદના રણમલપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત
SHARE







હળવદના રણમલપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત
હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ વાડી વિસ્તારની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ વિનોદભાઈ પ્રભુભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ કાંતિભાઈ નાયક (30) નામના યુવાનને કોઈ પણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે રહેતો નયનભાઈ અરજણભાઈ વરૂ (19) નામનો યુવાન ઘુટુ રોડ ઉપર બાઈકમાંથી કોઈ કારણોસર નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
