મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં જેતપર સીએચસીમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે


SHARE













મોરબી તાલુકાનાં જેતપર સીએચસીમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે

મોરબી તાલુકાનાં જેતપર સીએચસીમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના લોકોને આ કેમ્પનો બહોળો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર રોગ અંગેના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કેન્સર રિચર્સ ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪/૧૨/૨૦૨૪, મંગળવારના રોજ મોરબી તાલુકામાં જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરના ૦૨:૦૦ દરમિયાન વિવિધ પ્રકારના કેન્સર રોગ અંગે નીદાન માટે સ્ક્રીંનીંગ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ગુજરાત કેન્સર રિચર્સ ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના વિવિધ કેન્સરના નિષ્ણાંતો નિ:શુલ્ક સેવા આપશે. જરૂર જણાયે દર્દીઓને આગળ તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે. આ કેમ્પનો બહોળો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News