ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ચલક ચલાણું: મોરબી સ્ટ્રીટ લાઇટના વાયર મુદે પાલિકા-વિજ કંપનીના એકમેક ઉપર દોષારોપણ વચ્ચે શહેરમાં 24 કલાક અજવાળા !


SHARE













મોરબી સ્ટ્રીટ લાઇટના વાયર મુદે પાલિકા-વિજ કંપનીના એકમેક ઉપર દોષારોપણ વચ્ચે શહેરમાં 24 કલાક અજવાળા !

એક બાજુ નગરપાલિકા લાખો રૂપિયાનો વેરો બાકી હોય તેવા આસામીઓ પાસેથી વેરો વસૂલ કરવા માટે હિટલીસ્ટ જાહેર કરે છે બીજી બાજુ નગરપાલિકાનું કરોડો રૂપિયાનું વીજબિલ બાકી છે અને આટલું જ નહીં પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર 24 કલાક સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી હોય છે જેથી કરીને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનો વેરો બાકી હોય અને તે લાંબા સમયથી વેરો ન ભરતા હોય તો નગરપાલિકા દ્વારા જે તે આસામીનું હિટ લીસ્ટ લિટમાં નામ જાહેર કરવામાં આવે છે ત્યારબાદ તેની મિલકત જપ્તી અને હરાજી સુધીની કાર્યવાહી કરવા માટેની નોટીસો આપવામાં આવે છે જોકે વાત કરીએ મોરબી નગરપાલિકાની તો મોરબી નગરપાલિકાનું અંદાજે 12 કરોડો રૂપિયાનું વીજ બિલ છેલ્લા ઘણા સમયથી બાકી હતું જે પૈકી સરકાર તરફથી લોન મળી છે જેથી કરીને આઠ કરોડ જેટલી રકમ પાલિકા દ્વારા વીજ કંપનીમાં જમા કરવામાં આવી છે પરંતુ આજની તારીખે પણ પાલિકાનું કરોડો રૂપિયાનું બિલ બાકી છે અને 24 કલાક જે સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે તે બાબતે પાલિકાએ દોસ્તનો ટોપલો વીજ કંપની ઉપર ઢોળ્યો હતો અને પાલિકાના રોશની વિભાગના કર્મચારી સુર્યકાંતભાઇ પાટીલના કહેવા મુજબ વિજ કંપનીમાં સ્ટ્રીટ લાઇનના વાયર માટેના રૂપિયા ગત જૂન માહિનામાં ભરવામાં આવેલ છે તો પણ વિજ કંપની દ્વારા વાયર ન હોવાથી સ્ટ્રીટ લાઇટના વાયર નાખવામાં આવેલ નથી જેથી અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો 24 કલાક ચાલુ હોય તેવું જોવા મળે છે.

જો કે, મોરબી વીજ કંપનીના અધિકારી પ્રવીણભાઈ બાવરવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાને જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો નાખવાની થતી હોય ત્યાં સ્ટ્રીટ લાઇટના વાયર માટે પાલિકાને એસેટીમેટમ આપવામાં આવે છે ત્યારબાદ પાલિકા તરફથી જરૂરી રકમ જમા કરાવવામાં આવે ત્યાર પછી સ્ટ્રીટ લાઈટના કનેક્શન આપવાના હોય છે જોકે હાલમાં નગરપાલિકા દ્વારા ડાયરેક્ટ લાઈનમાં સ્ટ્રીટ લાઈટના જોડાણ આપવામાં આવે છે જેથી મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર 24 કલાક સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી હોય છે અને વિજ કંપનીનો સ્ટાફ કામ માટે કોઇ જગ્યાએ ગયેલ હોય અને ત્યાં દિવસે ચાલુ સ્ટ્રીટ લાઇટ જોવા મળે તો તેને કટ કરવામાં આવે છે. અને આજની તારીખે અંદાજે 4 કરોડ જેટલું પાલિકાનું વીજ બિલ બાકી છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, એક બાજુ વીજ કંપની સ્ટ્રીટ લાઈટના વાયર ન ખેંચી આપતી હોવાના કારણે ડાયરેક્ટ કનેક્શન નગરપાલિકા દ્વારા દેવામાં આવે છે અને બીજી બાજુ વીજ કંપનીના કહેવા મુજબ ડાયરેક્ટ કનેક્શન કોઈપણ જગ્યાએ તેમના કર્મચારીઓના ધ્યાન ઉપર આવે તો તેમના દ્વારા સ્ટ્રીટ લાઈટના કનેક્શનનો કાપવામાં આવે છે પરંતુ આજની તારીખે મોરબીના મોટાભાગના વિસ્તારોની અંદર દિવસ દરમિયાન પણ પસાર થાવ તો ત્યાં દિવસે પણ અજવાળા હોય એટલે કે સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય તેવો ઘાટ જોવા મળતો હોય છે ત્યારે પાલિકા અને વીજ કંપનીના ચાલક ચલાણું બંધ કરીને પાવર ચોરી અને લાઈટોનો બગાડ અટકાવે તે જરૂરી છે.

શહેર કે કોઈપણ જગ્યાએ જો ડાયરેક્ટ કનેક્શનથી કોઈ પણ વ્યક્તિ દ્વારા વીજ વપરાશ કરવામાં આવતો હોય તો તેને વીજ ચોરીના લાકડા જેવા બિલ કરવામાં આવે છે પરંતુ મોરબી નગરપાલિકા દ્વારા 24 કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે તે રીતે વીજ કંપનીના વાયરોમાંથી ડાયરેક્ટ કનેક્શનનો લઈને ચાલુ કરવામાં આવી છે તેમ છતાં પણ પાલિકા સામે વીજ કંપની દ્વારા કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી અને છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયાનું વીજ કંપનીનું વિજ બિલ બાકી હોવા છતાં પણ વીજ કંપની દ્વારા નગરપાલિકા સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે 






Latest News