મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!
Breaking news
Morbi Today

મોરબીમાં નવુ ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહન ખરીદનારને પાલિકામાં ભરવો પડશે વાહન કર


SHARE









મોરબીમાં નવુ ટુથ્રી અને ફોર વ્હીલર વાહન ખરીદનારને પાલિકામાં ભરવો પડશે વાહન કર

મોરની પાલિકા અને સરકાર દ્વારા લોકોની પાસેથી અનેક પ્રકારના ટેક્સ લેવામાં આવે છે તેવામાં મોરબી પાલિકાએ નવું વાહન લેનારા વ્યક્તિ પાસેથી વાહન કર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને નવું વાહન લેનારે 3 થી 7 ટકા સુધીનો વાહન કર પાલિકામાં આપવો પડશે જો કે, હાલમાં લોકોના વાંધા સૂચનો મંગાવવામાં આવેલ છે પરંતુ આગામી દિવસોએમાં તેની અમલવારી થાય તેવી પણ શ્કાયતા છે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસરએ મોરબીના લોકો પાસેથી વાહન કર માટે વાંધા સૂચનો મંગાવ્યા છે અને તેમાં જણાવ્યુ છે કે, વાહનકર વસુલી લેવાનું ADM ઠરાવ નં-107 તા.12/11/2024 થી નક્કી કરવામાં આવ્યું છે અને આ બાબતે જો કોઈને વાંધો હોય તો પાલિકાએ તા 21/11/24 રોજ જાહેરાત પ્રસિધ્ધી કરી હતી તેના 30 દિવસમાં પાલિકાના ઈન્વર્ડ વિભાગમાં આધાર પુરાવા સાથે વાંધા સુચનો આપવા માટે જણાવ્યુ છે. અને આ આવા વાહન કરની વસૂલાત માટેની સંપુર્ણ જવાબદારી ડીલર, વિક્રેતા, એજન્સી કે કંપનીના ડીલરની રહેશે. અને દરેક ડીલરોકોઈપણ વાહનનું વેચાણ થાય તેની માહિતી દર મહિનાની 1 થી 10 તારીખમાં આપવાની રહેશે. અને આ નવ કરમાંથી એમ્બ્યુલન્સ, શબવાહીની, અંતિમયાત્રા પ્રાણીઓ દ્વારા ચાલતા વાહનો અને બોર્ડ-નિગમોના વાહનોને તેમજ બેટરી સંચાલીત વાહનો અને દિવ્યાંગ વ્યકિતઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનને મુકતી આપવામાં આવેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ ટુ વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 3 થી લઈને 4 ટકા, થ્રી વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 4 થી 6 ટકા અને ફોર વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 5 થી 7 ટકા સુધીનો વાહન કર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના માટે લોકોના વાંધા સૂચનો માંગવવામાં આવ્યા છે. 






Latest News