મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં


SHARE













મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન મહિલાની ચુંદડી મશીનના પટ્ટામાં આવી ગઈ હતી જેથી તે મહિલાને ગળા ટુંપો આવી ગયો હતો જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે વેન્સો સિરામિક કારખાનામાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા હીનાબેન કલ્પેશભાઈ રાવળદેવ (32) કારખાનામાં મશીન ઉપર કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર મશીનના પટ્ટામાં તેની ચુંદડી ફસાઈ ગઈ હતી જેથી કરીને હીનાબેનને ગળાટુંપો આવી ગયો હતો માટે આ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના વિજયનગરમાં રહેતા ગીતાબેન કાંતિભાઈ (38) નામના મહિલાને તેના દિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ રાજુભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News