ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ
મોરબીમાં 5 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે
SHARE
મોરબીમાં 5 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત કલામહાકુંભ ૨૦૨૪-૨૫ની તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ તાલુકાઓમાં યોજાઈ રહી છે.
ત્યારે તા 21 થી 30 દરમિયાન તાલુકા કક્ષાએ કલા મહાકુંભ અન્વયે સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભની સ્પર્ધાની તૈયારીઓ કરવામાં આવી છે અને આગામી તા. 5/1 ના રોજ સવારે 8:00 કલાકે જ્ઞાનગંગા સ્કુલ વાંકાનેર બસ સ્ટેન્ડની બાજુમા, વાંકાનેર ખાતે આ કાર્યક્રમ યોજશે. જેમાં તમામ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધક તથા સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાના સ્પર્ધકોએ સમયસર નિયત સ્થળ, સમય તથા તારીખે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.