મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં
મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં
SHARE
મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રેમી પંખીડાને વતનમાંથી યુવાનનો ભાઈ લેવા માટે આવ્યો હતો જેથી યુવાન અને તેની પ્રેમિકાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હિંમતભાઈ રામસિંગ (30) અને ઉષાબેન ગબ્બરસિંહ (22) નામના બે વ્યક્તિઓએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી. જેથી તેઓની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હિંમતભાઈ રામસિંગ અને ઉષાબેન ગબ્બરસિંહને પ્રેમ સંબંધ હોય તેવો પોતાના વતનમાંથી અહીંયા રહેવા અને કામ કરવા માટે આવી ગયા હતા અને તેઓ રાજપર ગામે રૂમમાં રહેતા હતા દરમિયાન હિંમતભાઈનો ભાઈ તેના વતનમાંથી ત્યાં આવ્યો હતો અને તે બંનેને સાથે વતનમાં લઈ જવાની વાત કરી હતી જો કે, તે બંનેને વતનમાં ન જવું હોય જે બંને રૂમમાં સાથે ગયા હતા અને અંદરથી રૂમ બંધ કરીને હિંમતભાઈ તથા ઉષાબેને ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને વધુમાં મળતી વિગત પ્રમાણે ઉષાબેનના અગાઉ લગ્ન થયા હતા જોકે, ત્યાંથી તેના છૂટાછેડા થઈ ગયા છે અને હિંમતભાઈ સાથે તેને પ્રેમ સંબંધ હોય તે બંને મોરબી આવ્યા હતા અને તેઓને વતનમાં પરત લઈ જવા માટે થઈને હિંમતભાઈનો ભાઈ આવ્યો હોવાથી આ પ્રેમીપંખીડાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મારા મારીમાં ઇજા
મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપર આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સાહિલ ઇલિયાસ કટિયા (20) અને અમિત દિલીપ સારલા (21) રહે. બંને વીસીપરા વાળાને ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.