મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની છેડતી કરનાર આરોપી સંચાલક જેલ હવાલે


SHARE













મોરબીમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની છેડતી કરનાર આરોપી સંચાલક જેલ હવાલે

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલ છે ત્યાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા જેથી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલ છે અને તેના સંચાલક રવિન્દ્ર ત્રિવેદીની સામે ત્યાં અભ્યાસ કરવા માટે થઈને આવતી વિદ્યાર્થીનીની માતા દ્વારા અડપલા અને છેડતીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી રવિન્દ્ર રમેશચંદ્ર ત્રિવેદીની ધરપકડ કરેલ હતી અને ત્યાર બાદ તેને સાથે રાખીને સોમવારે સાંજે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું ત્યારે સ્થળ ઉપર લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા. અત્રે ઉલેખનીય છે કે, આ કલાસિસમાં આવતી ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવતી હતી તે પ્રકારની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવી હતી જેથી પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને મોરબીની કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. અને સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી તે પહેલા ટ્યુશન કલાસિસના સંચાલકને માર માર્યો હતો જેથી ભોગ બનેલા સંચાલકે પણ સગીરા અને તેના માતાપિતાભાઈમામા સહિત આઠ સામે ફરિયાદ નોંધાવેલ છે.






Latest News