મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જેતપર મચ્છુ ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં જેતપર મચ્છુ ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

મોરબીના ડીડીઓ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી મોરબી, GCRI અમદાવાદ, સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક રીતે આરોગ્ય કેન્દ્ર જેતપર (મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો.

 આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના નિષ્ણાંત કેન્સર રોગના ડોક્ટર્સની ટીમ દ્વારા કુલ ૧૫૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ. જેમાં ઓરલ કેન્સરના કુલ ૭૫, બ્રેસ્ટ કેન્સરના કુલ ૪૨ અને સર્વાઈકલ કેન્સરના કુલ ૩૯ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગ કેમ્પમાંથી ઓરલ કેન્સરના ૦૩ દર્દીઓ અને બ્રેસ્ટ કેન્સરના ૦૧ દર્દીને રીફર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જેતપર (મચ્છુ) ગામના સરપંચ દ્વારા કરાવવામાં આવી હતી. આ કેમ્પના સફળ બનાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.દીપક બાવરવા, સી.એચ.સી. અધિક્ષક ડો.હાર્દિક મહેતા, મોરબી તાલુકા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ પંચાસરા સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News