મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ભાજપના 10 મંડલો પૈકી 6 મંડલોના પ્રમુખના નામ જાહેર: મોરબી તાલુકામાં વિશાલભાઇ ઘોડાસરા-શહેરમાં રીષિપભાઇ કૈલા પ્રમુખ


SHARE









મોરબી જિલ્લામાં ભાજપના 10 મંડલો પૈકી 6 મંડલોના પ્રમુખના નામ જાહેર: મોરબી તાલુકામાં વિશાલભાઇ ઘોડાસરા-શહેરમાં રીષિપભાઇ કૈલા પ્રમુખ
ગુજરાતની અંદર ભાજપના સંગઠન પર્વ દરમિયાન જુદા જુદા જિલ્લાઓની અંદર મંડલના પ્રમુખો સહિતના હોદ્દેદારોની વરણી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આ વખતે પ્રમુખપદ માટે 40 વર્ષની ઉંમર નિશ્ચિત કરવામાં આવી હતી અને તે અનુરૂપ જે લોકોએ પ્રમુખ બનવું હોય તેના પાસેથી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લામાં આવતા 10 મંડલો માટે થઈને યુવાનો દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા અને તે પૈકી આજે છ મંડળના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે જોકે વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકા, ટંકારા શહેર અને ટંકારા તાલુકા મંડલના પ્રમુખોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી

મોરબી જિલ્લામાં અગાઉ ભાજપના નવ મંડલો હતા જોકે ટંકારા નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે જેથી કરીને હવે ટંકારા શહેર અને ટંકારા તાલુકા નું અલગ મંડલ જાહેર થવાનું છે ત્યારે જિલ્લાના કુલ મળીને 10 મંડલો માટે પ્રમુખોની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે પ્રદેશ ભાજપમાંથી જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ 40 થી 45 વર્ષની ઉંમરના ભાજપના છેલ્લા દસ વર્ષથી સક્રિય કાર્યકર હોય તેવા યુવાનો પાસેથી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યા હતા અને આજે પ્રદેશમાંથી જુદા જુદા જિલ્લાના વિવિધ મંડલોના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લાના 10 મંડલો પૈકી છ મંડળોના પ્રમુખ ના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં માળિયા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રાજેશભાઈ આપાભાઈ હુંબલ, શહેર ભાજપના પ્રમુખ તરીકે અલ્યાસભાઈ મુસાભાઈ મોવર, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વિશાલભાઈ બેચરભાઈ ઘોડાસરા, મોરબી શહેર ભાજપના પ્રમુખ તરીકે રીષિપભાઈ નારણભાઈ કૈલા, હળવદ શહેર ભાજપના પ્રમુખ તરીકે તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે અને હળવદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ભરતભાઈ લઘરાભાઈ કંજારિયાના નામ જાહેર કરવામાં આવ્યા છે જોકે મોરબી જિલ્લામાં હજુ ચાર મંડલોના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા નથી જેમાં વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકા, ટંકારા શહેર અને ટંકારા તાલુકા નો સમાવેશ થાય છે જે મંડળોના પ્રમુખોના નામ હવે પછીની યાદીમાં જાહેર થાય તેવી શક્યતા છે




Latest News