મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં બીયરના ટીન પિતા હોય તેવો વિડીયો બનાવણીને સોશ્યલ મીડિયામાં મૂકનારા બે શખ્સને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા


SHARE













મોરબીમાં જાહેરમાં બીયરના ટીન પિતા હોય તેવો વિડીયો બનાવણીને સોશ્યલ મીડિયામાં મૂકનારા બે શખ્સને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા

સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને રિલ્સ ઉપર વ્યુ મેળવવા માટે તેને ઘણી વખત કાયદાનો ભંગ કરવામાં આવતો હોય છે આવી જ રીતે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોરબી શહેરી વિસ્તારની બાજુમાં નદીના કાંઠા વિસ્તારમાં જાહેરમાં બિયરના ટીન ખોલીને એમાંથી બીયર પીવામાં આવતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકોમાં જ આ વિડીયો પોલીસના ધ્યાન ઉપર આવતા બી ડિવિઝન પોલીસની ટીમ સક્રિય થઈ હતી અને વીડિયોમાં દેખાતા બંને શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બંને શખ્સને પકડીને તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ અને બિયરનો મોટા પ્રમાણમાં વેચાણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં ઘણી વખત દારૂ બિયરની બોટલો સાથે અથવા તો દારૂ બિયર પીતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે આવી જ રીતે મોરબીમા જયેશ ઠાકોર નામના કોઈ વ્યક્તિના ઇન્સ્ટગ્રામ આઈડી ઉપર એક વિડીયો મુકવામાં આવ્યો હતો અને તે વીડિયોની અંદર દેખાતા બે વ્યક્તિઓ બિયરના ચાર ટી રાખીને તે બિયરના ટી પીતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મંગળવારે બપોરના સમય દરમિયાન અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો અપલોડ થતાની સાથે જ પોલીસના ધ્યાન ઉપર વિડીયો આવતા પોલીસ તાત્કાલિક સક્રિય થઈ હતી અને વીડિયોની અંદર દેખાતા બે વ્યક્તિઓમાં એકનું નામ નુરો અને બીજાનું નામ બલ્લુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને વીડિયોમાં દેખાતા બંને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી અને બીયર પીને સોશિયલ મીડિયામાં તેનો વિડીયો બનાવનારા આ બંને શખ્સોને બી ડિવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને તે બંનેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આ બંને શખ્સો સામે અગાઉ ગુના નોંધાયા છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ દ્વારા બીયર પીતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો જેથી તે બંનેની સામે વધુ એક વખત ગુનો નોંધીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે






Latest News