મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસે ડમ્પર પાછળ કાર અથડાતાં માળીયા (મી)ના યુવાનનું મોત, બે ને ઇજા


SHARE









મોરબીના ટિંબડી પાસે ડમ્પર પાછળ કાર અથડાતાં માળીયા (મી)ના યુવાનનું મોત, બે ને ઇજા

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસેથી સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી ત્યારે આગળ જઈ રહેલા ટ્રક ડમ્પરનો ઓવરટેક કરવા જતા સમયે કાર ડમ્પરની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કાર ચલાવી રહેલા યુવાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવમાં કારમાં બેઠેલ ઇજાગ્રસ્તની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણામાં દરબારગઢ પાછળ મોવર શેરીમાં રહેતા મહમહનીફભાઈ કાદરભાઈ ભટ્ટી (28)એ સ્વીફ્ટ કાર નંબર જીજે 38 બીડી 2199 ના ચાલક અકબરભાઈ અબ્બાસભાઈ સંધવાણી રહે. દરબારગઢ પાસે મોવર શેરી માળીયા મીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસેથી અકબરભાઈની ગાડીમાં ફરિયાદી તથા હુસેનભાઇ રહીમભાઈ મોવર માળિયા તરફથી મોરબી આવતા હતા દરમિયાન અકબરભાઈએ આગળ જતા ટ્રક ડમ્પર નંબર જીજે 12 એવાય 6444 ની સાઇડ કાપી ઓવરટેક કરવા જતા ડમ્પરની પાછળના ભાગમાં કાર અથડાઇ હતી જે બનાવમાં ફરિયાદીને ડાબા ખભા તથા ડાભી પાંસળીમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે તથા ડાબા હાથની આંગળીઓમાં પણ ઈજા થયેલ છે જોકે આ બનાવમાં અકબરભાઈ સંધવાણીને માથામાં તથા શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેથી આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News