પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતમાં ઇજા પામેલ મહિલાનું મોત થતાં પીએમ વગર અંતિમવિધિ કરનારા પતિ સહિત ચાર સામે કાર્યવાહી


SHARE













મોરબી નજીક અકસ્માતમાં ઇજા પામેલ મહિલાનું મોત થતાં પીએમ વગર અંતિમવિધિ કરનારા પતિ સહિત ચાર સામે કાર્યવાહી

મોરબીના મકનસર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઈજા થઈ હતી અને તેને મોરબીથી વધુ  સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા અને ત્યાંથી તે મહિલાને વતનમાં લઈ ગયા હતા અને ત્યાં તે મહિલાનું મોત નીપજયું હતું જો કે, મહિલાનું પીએમ કરાવ્યા વગર જ તેના પરિવારે તે મહિલાની અંતિમવિધિ કરી નાખી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના પતિ સહિત કુલ ચાર વ્યક્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામ પાસે મારુતિ પાર્કમાં રહેતા દિલીપભાઈ રતિલાલ મુનિયાના પત્ની ઉષાબેન દિલીપભાઈ મુનિયા (31) નું ગત તા. 27/10/24 ના રોજ સવારે પોણા છેક વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર ગામ પાસે આવેલ સનસાઇન સ્કૂલ પાસે અકસ્માત થયું હતું અને આ બનાવમાં મહિલાને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા ત્યારબાદ તે મહિલાને વતનમાં લઈ ગયા હતા અને ત્યાં મહિલાનું મોત નીપજ્યું હતું જોકે મહિલાનું પીએમ કરાવ્યા વગર મૃતક મહિલાની અંતિમવિધિ કરી નાખવામાં આવી હતી જેથી હાલમાં મૃતકના પતિ દિલીપ રતિલાલભાઈ મુનિયા, સસરા રતિલાલ બલુભાઈ મુનિયા અને સાસુ મણીબેન રતિલાલ મુનિયા રહે. બંને મોરવા હડ પંચમહાલ તથા જીગ્નેશ અમરશીભાઈ રહે. પંચમહાલ વાળાની સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા અને વાસુદેવભાઈ સોનાગ્રા ચલાવી રહ્યા છે

બાળક સારવારમાં

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા શાંતિદાસ કાલિદાસ (16) નામનો બાળક બાઇકમાં જઈ રહ્યો હતો દરમિયાન પીપળીયા ચોકડી પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા પરમાર મનસુખભાઈ રવજીભાઈ (40) નામનો યુવાન બાઇક લઈને વાંકાનેર હાઇવે ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જૈન સોસાયટીમાં રહેતા રાહુલ બારોટ નામનો વ્યક્તિ બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈકમાં પાછળ બેઠેલ રાહુલ બારોટને ઇજા થવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News