મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી નજીક કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ લેનારા યુવાન સારવારમાં


SHARE









મોરબી નજીક કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ લેનારા યુવાન સારવારમાં

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એટોમ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મહમદયાસીન (19) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી.પટેલ દ્વારા કરવામાં આવી હતી

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ કજરીયા સેનેટરીવેરમાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કોકીલાબેન લાલજીભાઈ પરમાર (27) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા રાજા લક્ષ્મીનારાયણ (30) અને નેહા રાજાભાઈ (23) નામના બે વ્યક્તિઓને મારા મારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News