મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમમાં પડેલા યુવાનનો મૃતદેહ 26 કલાકે મળ્યો


SHARE













મોરબીના મચ્છુ-3 ડેમમાં પડેલા યુવાનનો મૃતદેહ 26 કલાકે મળ્યો

મોરબીના બાયપાસ રોડે આવેલ મચ્છુ-3 ડેમમાં પાસેથી એક બાઇક મળી આવેલ છે જેથી તે બાઇક વળી વ્યક્તિએ કોઈ કારણોસર ઝંપલાવ્યું હોવાની પોલીસે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ગઇકાલે સવારે નવ વાગ્યાથી ફાયરની ટિમ ત્યાં હતી અને પાણીમાં શોધખોળ કરવામાં આવી હતી અને આજે સવારે 11 વાગ્યે યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવેલ છે જે બનાવની તાલુકા પોલીસને જાણ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડે આવેલ જુના આરટીઓ પાસે મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી એક બાઇક મળી આવ્યું હતું જેથી કરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ પાણીમાં ઝંપલાવ્યું છે તેવી માહિતી તાલુકા પોલીસે મોરબી પાલિકાના ફાયર વિભાગને આપી હતી અને તેના આધારે ફાયરની ટિમ ગઇકાલે સવારે નવેક વાગ્યાથી પાણીમાં પડેલા વ્યક્તિની શોધખોળ કરી રહી છે જો કે, આજે સવારે 11 વાગ્યે મચ્છુ-3 ડેમમાંથી રવિભાઇ ધીરજલાલ કટારીયા (35) નામના યુવાનોનો મૃતદેહ મળી આવેલ છે જેથી કરીને તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News