મોરબી નજીકથી દારૂ ભરેલ ઇનોવા ગાડી સાથે મહિલા બુટલેગર સહિત બે પકડાયા: 4 લાખનો મુદામાલ કબજે
મોરબીના અમરાપર ગામે વાડીમાં દારૂની રેડ: 2030 લિટર આથા સાથે એક પકડાયો, વાડી માલિકની શોધખોળ
SHARE
મોરબીના અમરાપર ગામે વાડીમાં દારૂની રેડ: 2030 લિટર આથા સાથે એક પકડાયો, વાડી માલિકની શોધખોળ
મોરબી તાલુકાના અમરાપર ગામની સીમમાં આવેલ વાડીએ દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2030 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 50750 નો મુદામાલ કબજે કરેલ છે અને એક શખ્સની ધરપકડ કરેલ છે જો કે ,વાડી મલીકને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરાપર ગામની બોરીયાપાટી સીમમાં વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2030 લિટર આથો તથા અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 50750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી નરેશ રમણભાઈ નાયક (21) રહે. અમરાપર ગામ દિનેશભાઈ ગરચરની વાડીમાં મૂળ રહે. છોટાઉદેપુર વાળાની ધરપકડ કરી હતી અને વાડીનો માલિક દિનેશભાઈ આયદાનભાઈ ગરચર રહે. અમરાપર તાલુકો મોરબી વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં પોલીસે બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને વાડીના માલિકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
એક બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી બાબુભાઈ ઉર્ફે રાજુ જાદવજીભાઈ લીલાપરા (20) રહે. દ્વારકાધીશ હોટલ પાસે ઢુવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.