મોરબીના પરશુરામધામ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્રારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
SHARE







મોરબીના પરશુરામધામ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્રારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી તા. 29 ને રવિવારના રોજ મોરબી પરશુરામ ધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે અને તે દિવસે બપોરના એક વાગ્યે આ કાર્યક્રમ પરશુરામ ધામ ખાતે યોજાશે જેમાં ભૂદેવ પરિવારોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા દાતાઓ સહકારથી દાનની રકમના વ્યાજમાંથી વર્ષ: 2023-24 ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સન્માન સમારોહ માટે પહેલા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી તેમજ રાષ્ટ્રીય તથા રાજયસ્તરે વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધિ મેળવનારા વ્યક્તિઓને પણ આ તકે સન્માનિત કરવામાં આવશે. સમાજના તેજસ્વી તારલાઓ તથા મહાનુભાવોનો મોરબી જિલ્લા તથા શહેરના યજમાન પદે સન્માનીત કરવામાં આવશે ત્યારે ધ્વજારોહણ સવારે 11:00 વાગ્યે મોરબીના ડો. બી.કે.લહેરૂ પરિવારના હસ્તે કરવામાં આવશે અને તેવી માહિતી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટબ મેનેજીંગ ટ્રસ્ટી ડી.જી. મહેતા અને ટ્રસ્ટી મંડળ દ્વારા આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું ઉદ્દઘાટ ભૂપતભાઈ પંડયા (પ્રમુખ, પરશુરામધામ-મોરબી) કરશે જયારે પ્રમુખ સ્થાને ડૉ.અનિલભાઈ પી.મહેતા (પ્રમુખ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહાસમાજ ટ્રસ્ટ) રહેશે. તે ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે ડૉ.ચેતન ત્રિવેદી, શૈલેષકુમાર ભટ્ટ, કમલેશભાઈ મોતા, જલ્પાબેન ત્રિવેદી, રાજુભાઈ રાવલ, વિજયભાઈ પી. બુજડ, છેલભાઈ એસ. જોષી, કે.સી.દવે, ચેતનભાઈ પંચોલી હાજર રહેશે. અને વધુ વિગત માટે હસુભાઈ પંડ્યા (98255 99617), નલીનભાઈ ભટ્ટ (98257 56039) અથવા પરશુરામ ધામ (98256 71698)નો સંપર્ક કરવા જણાવાયું છે.
