મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને થતા અન્યાય અને અસુવિધાઓ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જીલ્લાને થતા અન્યાય અને અસુવિધાઓ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લો છેલ્લા કેટલાય વર્ષોથી અસ્તિત્વમાં આવેલ છે.પરંતુ મોરબીવાસીઓને કોઇ સુવિધા મળેલ નથી.મોરબીથી અમદાવાદ કે મુંબઈ જવા માટે કોઈ રેલ્વે સુવિધા નથી.આ શરૂ કરવામા રેલ્વેને કોઈ જાતનો ખર્ચ નથી.હળવદથી દસથી બાર ગાડી ચાલે છે તેમાથી ચારથી પાંચ ટ્રેન વાયા-મોરબી કરવી જોઈએ જેથી પ્રજાનો પ્રશ્ન ઉકેલાય જાય તેમ છે.તેમજ એસટી સુવિધા મોરબી-૨ ખાતે હાઉસીંગ બોર્ડ ખાતે કંન્ટ્રોલ પોઇન્ટ બનાવવો જરૂરી છે.જયા દરરોજ ત્રણ હજાર મુસાફરોની અવરજવર છે.પણ પુછપરછ ઈન્કવાયરીની સુવિધા નથી તેમજ મોરબી જુના બસ સ્ટેન્ડ ખાતે રીઝર્વેશન બારી ચાલુ કરવી જરૂરી છે. પ્રજાને નવા બસ સ્ટેન્ડ ત્રણ કીમી સુધી ધકો ખાવો પડે છે.

મોરબી શહેરની પણ અનેક સમસ્યાઓ છે.જેમા ટ્રાફીક સમસ્યા મુખ્ય છે.તેમા ખાસ કરીને નહેરૂગેઈટ ચોકમાં પાથરણા લારી, ગલ્લાના ખડકલા, ત્રિકોણબાગ, જુના બસ સ્ટેન્ડ રોડ, શાક માર્કેટ ચોક સહીતના મુખ્ય માર્ગો ઉપર આધેધડ લારી ગલ્લા હટાવવા જરૂરી છે.આજે શહેરમાં શોપીંગ કરવા આવતી વ્યકિતને પોતાનુ બાઈક કયા રાખવુ ? તે મોટો પશ્ન છે. વેપારી પોતાનો માલ આડેધડ રસ્તા ઉપર રાખે છે.જે પ્રજાને ધણી જ મુશ્કેલી પડે છે.તો લારી ગલ્લા અને પાથરણા હટાવવા જરૂરી છે.આ બાબતે રાજકારણીએ આગળ આવવુ જોઈએ.જો પોલીસ કોઈ ટ્રાફીકની કામગીરી કરે તો તેને અટકાવી દેવી ન જોઈએ.રાજકારણીઓ વેપારી તથા લોકોએ પણ પોલીસને સાથ સહકાર આપવો જોઈએ.જેથી પોલીસ બદનામ થાય નહી અને પોલીસને ટ્રાફીક બાબતે નિયમોસર છુટ આપવી જોઈએ.મોરબી કરોડો રૂપિયાનો ટેક્ષ ભરે છે છતા પ્રજા સુવિધાથી વંચીત છે.પ્રજાએ ભાજપ સરકારને ખોબલેને ખોબલે મત આપેલ છે.પરંતુ તેના બદલામાં શહેરીજનોમે સારી પ્રાથમીક સુવિધાઓ પણ મળતી નથી જે ધણી જ દુખદ બીના છે.તેમજ મહેન્દ્રનગર ચોકડીએ બ્રીજ બનાવવાનું કામ ગોકળગાયની ગતીએ ચાલી છે.હાલમાં ટ્રાફીક સમસ્યા ઘણી જ થાય છે તો આ બાબતે બ્રીજના કામો તાત્કાલીક પૂર્ણ કરવા જોઈએ તેવી લોકહિતમાં પી.પી.જોષીએ માંગ કરેલ છે.






Latest News