મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે ગજાનંદ-સાનિધ્ય પાર્ક સોસાયટીમાં દારૂની બે રેડ: 532 બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ


SHARE









મોરબીના પીપળી રોડે ગજાનંદ-સાનિધ્ય પાર્ક સોસાયટીમાં દારૂની બે રેડ: 532 બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ

મોરબીના પીપળી રોડ પર ગજાનંદ સોસાયટીમાં અને સાનિધ્ય પાર્ક સોસાયટીમાં જુદાજુદા બે ઘરમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે બંને સ્થળેથી કુલ મળીને દારૂની નાની 532 બોટલો મળી આવી હતી જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ ગજાનન સોસાયટી શેરી નં-2 માં રહેતા મહાવીરસિંહ વાઘેલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 496 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 49,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે જ્યારે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા રહે. ગજાનંદ સોસાયટી શેરી નં-2 પીપળી રોડ મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આવી જ રીતે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માનસધામ સોસાયટી પાછળ સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા પીરાભાઈ બોહકિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 36 બોટલો મળી આવતા પોલીસે 3600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અશોકભાઈ ભાવાભાઈ સોલંકી (24) રહે. પીપળી રોડ મનીષ કાંટાથી આગળ રોયલ મેકફેબ કારખાનાની ઓરડીમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા રહે. ગજાનંદ સોસાયટી પીપળી રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ઘરધણી તથા દારૂ આપનાર સહિત કુલ ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News