મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે બાઈક સવારને ડમ્પર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE













મોરબીના બંધુનગર પાસે બાઈક સવારને ડમ્પર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ગોઝારા અકસ્માતો અવારનવાર બનતા હોય છે આવા જ એક વધુ બનાવનો ઉમેરો થયો છે.જેમાં બંધુનગર ગામ પાસેથી બાઈક લઈને જતા યુવાનના બાઈકને ડમ્પરના ચાલકે હડફેટ લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં વાંકાનેરના રાતીદેવડી ગામના યુવાનનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે અને બનાવ સંદર્ભે હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક દિનેશભાઈ વોરા નામનો યુવાન અન્ય વ્યક્તિ સાથે બાઈકમાં લૌકિક કામ માટે મોરબી તરફ આવ્યો હતો અને મોરબી બાજુથી પરત વાંકાનેર તરફ જતો હતો ત્યારે રસ્તામાં બંધુનગરની પાસે આ અકસ્માત સર્જાયો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસે તા.૨૯-૧૨ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મોટરસાયકલ લઈને જઈ રહેલા દિનેશભાઈ લવજીભાઈ વોરા (ઉમર ૪૦) રહે.રાતીદેવડી તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી વાળાના બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લીધુ હતુ.આ અકસ્માત બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી દિનેશભાઈ વોરા નામના યુવાનનું મોત થયુ હતું.જેથી તેમના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું અને હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધનુ મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા પ્રભુદાસભાઈ હકુભાઈ સોલંકી નામના ૯૫ વર્ષના વૃદ્ધ જમતા હતા ત્યારે જમતા જમતા બેભાન થઈ ગયા હતા.જેથી તેમને સિવિલે ખસેડાયા હતા ત્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા અને હાર્ટ એટેકના પગલે તેમનું મોત થયું હોલાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

અકસ્માતે ઇજા

મોરબીના સિરામિક સીટી પાછળ આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતો પપ્પુભાઈ ભુરીયા નામનો મૂળ મધ્યપ્રદેશનો યુવાન બાંધકામ સાઈટ ઉપર કામ કરતો હતો ત્યાંથી પડી જતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબી વીસીપરામાં રહેતા સિકંદર દિલાવર મોવર નામના ૪૪ વર્ષના યુવાને અમૃતપાર્કના નાકા પાસે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું.જેથી તેને સીવીલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે હાલ પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે.

મહિલા સારવારમાં

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ઝરીનાબેન અલ્તાફભાઈ જેડા નામના ૩૭ વર્ષીય મહિલાને તેમના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.તેમજ મૂળ ઓડિશાના અને હાલ મોરબી ખાતે રહેતા પરિવારનો બાદલ બાબુભાઈ ગામરીયા નામનો દસ વર્ષનો બાળક રમતો હતો ત્યારે રમતા રમતા કારખાનામાં છત ઉપરથી નીચે પડી જતા ઈજા પામતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

 






Latest News