મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ડાભી પરિવારના આંગણે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન


SHARE









મોરબીમાં ડાભી પરિવારના આંગણે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં ત્રાજપર પાસે આવેલ અંબિકા સોસાયટીમાં સાવરકુંડલા તાલુકાનાં મોટા જીંજુડા ગામે આવેલ ૐ ભાડેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલીત શ્રી ભાડેશ્વર મંદિર અને ભોમેશ્વર આશ્રમના લાભાર્થે શ્રી શિવ પ્રકૃતિ દર્શન શિવકથા એટલે કે શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવેલ છે.

શિવજીની અસીમ કૃપાથી મોરબીમાં ડાભી પરિવારના આંગણે સુંદર સંગીતમય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં ત્રાજપર પાસે આવેલ અંબિકા સોસાયટી ખાતે આ કથા યોજાશે તેમાં ધાર્મિક પ્રસંગનો લાભ લઈ કથાનું રસપાન કરવા દરેક ધર્મપ્રેમીને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કથામાં વ્યાસ પીઠ ઉપરથી રાજેશગીરી કે. ગૌસ્વામી (રાજુબાપુ) તેની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. અને કથાનું દરરોજ જીવંત પ્રસારણ યુટ્યુબની કર્તવ્ય ટીવી ઉપર થશે. અને કથાનો સમય સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધીનો રહેશે આ કથાની પોથીયાત્રા આગમી શુક્રવાર તા.૩ ના રોજ બપોરે ૪ કલાકે જયેશભાઇ રેવાભાઈ ડાભીના ઘરેથી નીકળશે. અને કથા શનિવાર તા. ૪ થી શરૂ કરવામાં આવશે. અને કથાની પૂર્ણાહૂતિ રવિવાર તા.૧૨ ના રોજ બપોરે ૧:00 કલાકે થશે. આ કથા દરમિયાન સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતિ વિવાહ, કાર્તિક જન્મ-ગણેશ જન્મ જેવા પ્રસંગો ઉજવાશે. આ કથાનાં યજમાન જયેશભાઇ રેવાભાઇ ડાભી, વિનોદભાઇ નાથાભાઈ ડાભી, મનુભાઈ સામતભાઇ ડાભી, મહેશભાઇ રેવાભાઈ ડાભી, રમેશભાઈ સામતભાઇ ડાભી, રાજુભાઈ ટીડાભાઇ ડાભી, જલાભાઈ સામતભાઈ ડાભી, તેજસભાઈ રેવાભાઈ ડાભી, ભરતભાઈ નાથાભાઇ ડાભી, કેવલભાઈ અમિતભાઇ ડાભી, મહેશભાઇ નાથાભાઈ ડાભી તેમજ ડાભી પરીવાર છે.




Latest News